Get The App

યુપીમાં 180 વર્ષ જૂની નૂરી જામા મસ્જિદ પર બુલડોઝર ચાલ્યું, અતિક્રમણ પર યોગી સરકારની કાર્યવાહી

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
યુપીમાં 180 વર્ષ જૂની નૂરી જામા મસ્જિદ પર બુલડોઝર ચાલ્યું, અતિક્રમણ પર યોગી સરકારની કાર્યવાહી 1 - image


Image Source: Twitter

Bulldozer Action On Noori Jama Masjid Fatehpur: યુપીની યોગી સરકારે ગેરકાયદે બાંધકામ પર મોટી કાર્યવાહી કરી છે. રસ્તો પહોળો કરવાના કારણે અતિક્રમણના દાયરામાં આવતી લલૌલી સ્થિત 180 વર્ષ જૂની નૂરી જામા મસ્જિદ પર આજે સવારે વહીવટી તંત્રએ બુલડોઝર ચલાવ્યુ હતું. ભારે પોલીસ દળની તહેનાતી વચ્ચે અતિક્રમણના દાયરામાં આવતા હિસ્સાને ધ્વસ્ત કરી દીધો હતો. એએસપી, એડીએમ, આરએએફ, પીએસી સહિત ઘણા પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટના સ્થળ પર તહેનાત છે. 



મસ્જિદ કમિટીએ અતિક્રમણ હટાવવા માટે એક મહિનાનો સમય માગ્યો હતો

તમને જણાવી દઈએ કે, 24 સપ્ટેમ્બરના રોજ PWDએ રસ્તો પહોળો કરવાને લઈને અતિક્રમણ અભિયાન ચલાવ્યું હતું. તે દરમિયાન મસ્જિદ કમિટી સાથે જોડાયેલા લોકોએ જાતે જ અતિક્રમણ હટાવવા માટે એક મહિનાનો સમય માગ્યો હતો. પરંતુ નક્કી કરેલ સમય મર્યાદા વીતી જવા છતાં અતિક્રમણ હટાવવામાં નહોતું આવ્યું. આ વચ્ચે મસ્જિદ કમિટિનો પક્ષ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે સુનાવણીની તારીખ 13 ડિસેમ્બર નક્કી કરી હતી, પરંતુ તે પહેલા જ વહીવટી તંત્રએ મસ્જિદના અતિક્રમણ વાળા ભાગને ધ્વસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: ટ્રમ્પે કરી ટ્રુડોની મશ્કરી: 'ગવર્નર' કહીને કર્યું સંબોધન, સોશિયલ મીડિયા પોસ્ટ વાઇરલ

ઘટના સ્થળ પર ભારે પોલીસ દળ તહેનાત

એએસપી વિજય શંકર મિશ્રાએ જણાવ્યું કે, 'અતિક્રમણ હેઠળનો ભાગ હટાવવામાં આવી રહ્યો છે. મસ્જિદના ભાગને ધ્વસ્ત કરવા માટે બે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર ધ્વસ્તીકરણની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલી.


Google NewsGoogle News