VIDEO: બે માતેલા સાંઢના કારણે મુસાફરોથી ભરેલી ટ્રેન રોકવી પડી, સોશિયલ મીડિયામાં વાઇરલ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
VIDEO: બે માતેલા સાંઢના કારણે મુસાફરોથી ભરેલી ટ્રેન રોકવી પડી, સોશિયલ મીડિયામાં વાઇરલ 1 - image


સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક ડાન્સના ક્યારેક ફની વીડિયો તો ક્યારેક માનવામાં ન આવે તેવા વીડિયો. સોશિયલ મીડિયા પર રસ્તા પર આખલાની લડાઈના પણ ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. આ લડાઇના કારણે ક્યારેક લોકોને અને ઘણી વખત કાર અને બાઇકને નુકસાન થતુ હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે આખલાઓ રેલવે ટ્રેક પર  લડી રહ્યાં છે. 

શું છે આ વાયરલ વીડિયોમાં?

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બે રેલવે ટ્રેક પર બે સાંઢ લડી રહ્યા છે. ટ્રેન આવી ગઇ પણ આ બંને સાંઢ ની લડાઈ બંધ ન થઈ. ટ્રેનની સ્પીડ ઘણી ઓછી હતી તેથી તે ત્યાં જ રુકી ગઇ હતી. વાયરલ વીડિયો ક્યાંનો છે તેની માહિતી મળી નથી પરંતુ વીડિયો માત્ર ભારતનો હોવાનું કહેવાય છે.

આખલાઓને રેલવે ટ્રેક પરથી હટાવવા માટે લોકપાયલોટે હોર્ન વગાડ્યું પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. ત્યારે ફાટક પર હાજર રેલ્વે કર્મચારી લાકડી લઈને પહોંચ્યો હતો અને આ બંને સાંઢને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. બંને પર પાણી પણ ફેંકવામાં આવ્યું હતું. આ પછી બળદો ત્યાંથી ભાગી ગયા. કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો પર યુઝર્સ કમેન્ટ પણ કરી રહ્યાં છે, એક યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે બે પાડોશીઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. અન્ય યુઝરે લખ્યુ કે, લોકો કાર્યવાહીના ડરથી કંઈ બોલતા નથી પરંતુ શું આને રોકવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે?

એક યુઝરે લખ્યું કે રેલ્વે ક્રોસિંગ પર આવી ખતરનાક ગેમ ચાલી રહી હતી, ગેટમેન અને લોકપાયલોટ પણ જોવા માટે મજબૂર થઇ ગયા. અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, હવે આખલાને કારણે ટ્રેન થોડી મોડી પડી હશે, નહીં તો સમયસર પહોંચી ગઈ હોત. આમ યુઝર્સ આ વીડિયો પર ફની કમેન્ટ કરીને મજા લેતા જોવા મળ્યા.  


Google NewsGoogle News