Get The App

હાઈવે પર ટાયર બદલતાં 3 લોકોને ટ્રકે કચડી નાખતાં કાળ ભરખી ગયો, યુપીમાં ગમખ્વાર અકસ્માત

Updated: Oct 24th, 2024


Google News
Google News
હાઈવે પર ટાયર બદલતાં 3 લોકોને ટ્રકે કચડી નાખતાં કાળ ભરખી ગયો, યુપીમાં ગમખ્વાર અકસ્માત 1 - image


Uttar Pradesh bulandshahr Accident News | ઉત્તરપ્રદેશથી વધુ એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં બુલંદશહેરના કાસગંજથી ત્રણ મેક્સ ગાડીઓમાં અનાજ ભરીને જહાંગીરાબાદ મંડી વેચવા જતાં ત્રણ લોકો ટ્રકની અડફેટે આવી જતાં મૃત્યુ પામી ગયા. જોકે એક અન્યની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. 

કેવી રીતે સર્જાયો અકસ્માત? 

અલીગઢ તરફથી આવતા એક ટ્રકે આ લોકોને ટક્કર મારી હતી. ત્રણેય લોકો હાઇવે પર તેમની ગાડી પંચર થઇ જતાં ટાયર બદલી રહ્યા હતા અને તે સમયે જ ટ્રકે તેમને ફંગોળી નાખ્યા હતા. આ ઘટના દાનપુર ગામ નજીક બની હતી. ઘટના બાદ અકસ્માત સર્જનારો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. 

મૃતકોની ઓળખ જાહેર કરાઈ 

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ત્રણેય મૃતકોની ઓળખ સતીશ ચંદ્ર, રામસિંહ, અને સંજુ તરીકે થઇ હતી. આ ત્રણેય લોકો કાસગંજના વતની હતા. દુર્ઘટનામાં વિજય નામના યુવકને ઈજાઓ પહોંચી હતી. 

Tags :
bulandshahar-Uttar-pradesh-accident

Google News
Google News