VIDEO : દિલ્હીમાં ચાર માળની નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાઈ, 20 લોકો દબાયા હોવાની આશંકા
Delhi Building Collapses : દિલ્હીના બુરાડી વિસ્તારમાં ચાર માળની નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાઈ થઈ છે. કાટમાળ હેઠળ 20 લોકો દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈ પૂરજોશમાં બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. ટીમે અત્યાર સુધીમાં કાટમાળ હેઠળ રેસ્ક્યૂ કરીને આઠ લોકોને બહાર કાઢ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
કાટમાળ હેઠળ 20 લોકો ફસાયા
દિલ્હી ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું કે, સોમવારે સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ બુરાડીની ઑસ્કર શાળા પાસે ચાર માળની ઈમારત JHP હાઉસ ધરાશાઈ થઈ હોવાની સુચના મળી હતી. કાટમાળ હેઠળથી 20 લોકો ફસાયા હોવાની આશંકા છે. ટીમે કુલ આઠ લોકોને બહાર કાઢ્યા છે.
આ પણ વાંચો : PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત-અમેરિકાના સંબંધો પર થઈ ચર્ચા
બચાવાયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા
તેમણે કહ્યું કે, બહાર કઢાયેલા લોકોને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે, આ ચાર માળની બિલ્ડિંગ 250 ગજની હતી, જેનું હાલ બાંધકામ ચાલી રહ્યું હતું. બુરાડીના ધારાસભ્ય સંજીવ ઝાને નિર્દેશ અપાયા છે કે, તેઓ તુરંત કાર્યકર્તાઓ સાથે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય કરી રહેલા વહિવટીતંત્રને મદદ કરે. સ્થાનિક લોકોને તમામ સંભવ મદદ કરે.
આ પણ વાંચો : સનાતન બોર્ડ બનાવો પણ સરકારને દૂર રાખો: ધર્મ સંસદ પર બોલ્યા શંકરાચાર્ય