Get The App

VIDEO : બાળકો પસાર થયાને મકાન પડ્યું, મેરઠમાં CCTVમાં કેદ થયા ભયાનક દૃશ્યો

Updated: Oct 12th, 2024


Google News
Google News
VIDEO : બાળકો પસાર થયાને મકાન પડ્યું, મેરઠમાં CCTVમાં કેદ થયા ભયાનક દૃશ્યો 1 - image

Building Collapses In Meerut : ગઈ કાલે ઉત્તર પ્રદેશના મેરઠના સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઘટનાને લઈને હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ ઘટના એક ઘરની છે કે જેનો આગળનો ભાગ ધડાધડ પડી ગયો હતો. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે.

આ વીડિયોમાં સૌથી પહેલા એવું જોવા મળે છે કે એક સ્કૂટર સવાર શેરીમાંથી પસાર થાય છે. અને તેના પછી સાઈકલ એક બાળક અને પછી એક મહિલા ત્યાંથી પસાર પસાર થઇ રહ્યા હતા. આ પછી લગભગ 9-10 વર્ષના બે બાળકો ત્યાંથી પસાર થતા દેખાય છે. બાળકો તે ઘરની બાજુમાંથી પસાર થતા હતા, ત્યારે જ ઘર તૂટીને રોડ પર પડી જાય છે. અને બાળકો ત્યાં તરત જ ભાગે છે. અને થોડીક જ સેકન્ડને લીધે તેઓ બચી જાય છે.

આ મામલો મેરઠના સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ઢોલકી વિસ્તારનો છે, જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 100 થી 150 વર્ષ જૂના ઘરનો બહારનો ભાગ પડી ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘરનો એક ભાગ ધરાશાયી થાય તે પહેલા બે બાળકો તે રસ્તા પરથી જઈ રહ્યા હતા. મકાન ધરાશાયી થવાનો અવાજ સંભળાતા જ બંને બાળકો ભાગીને નાસી છૂટ્યા હતા. અને તેમનો આબાદ બચાવ થયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘર ખૂબ જ જર્જરિત હાલતમાં હતું. જો કે, હજુ સુધી ખબર પડી નથી કે તે બાળકો કોણ હતા. અને ક્યાં જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘર જૈન સમુદાયના ટ્રસ્ટનું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા ઘર તોડવા માટે ઘણી વખત નોટિસ મોકલવામાં આપવામાં આવી ચૂકી હતી.

VIDEO : બાળકો પસાર થયાને મકાન પડ્યું, મેરઠમાં CCTVમાં કેદ થયા ભયાનક દૃશ્યો 2 - image

Tags :
MeerutBuilding-collapses

Google News
Google News