મધ્યપ્રદેશના સતનામાં રિનોવેશન કામગીરી વખતે જ 3 માળની ઈમારત ધસી, 3 મજૂરો દટાયાં, એકનું મોત

આ ઘટનાને કારણે હડકંપ મચી ગયો હતો

પોલીસ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરવા પહોંચી

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
મધ્યપ્રદેશના સતનામાં રિનોવેશન કામગીરી વખતે જ 3 માળની ઈમારત ધસી, 3 મજૂરો દટાયાં, એકનું મોત 1 - image

image : Twitter


મધ્યપ્રદેશના સતના (Madhya Pradesh satna Building Collapse)ના સિટી કોટવાલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા બિહારી ચોક નજીક એક 3 માળની ઈમારત ધસી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાના સમયે આ ઈમારતનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. તેમાં 3 મજૂરો દટાઈ ગયા હતા. આ ઘટનાને કારણે હડકંપ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈમારત નીચે દટાયા છે તેની કોઈ ચોક્કસ માહિતી નથી. બચાવ કામગીરી ચાલી રહી છે. 

બચાવ કામગીરી શરૂ 

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને એસડીઆરએફ (Madhya Pradesh news)ની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અઢી કલાકની મહામહેનતે 2 મજૂરોને બહાર કાઢી લેવાયા હતા, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. કાટમાળ હટાવવા માટે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે.

  મધ્યપ્રદેશના સતનામાં રિનોવેશન કામગીરી વખતે જ 3 માળની ઈમારત ધસી, 3 મજૂરો દટાયાં, એકનું મોત 2 - image



Google NewsGoogle News