બજેટ 2025: શું છે PM રિસર્ચ ફેલોશિપ સ્કીમ? વિદ્યાર્થીઓને દર મહિને મળશે 70થી 80 હજાર રૂપિયા
PMRF Scheme, Budget 2025 Announcement: આજે નિર્મલા સીતારમણ 2025નું બજેટ રજૂ કર્યું છે. બજેટ પાસેથી દરેકને ખાસ અપેક્ષાઓ હોય છે. એવામાં સ્ત્રી હોય કે શિક્ષણ ક્ષેત્ર. આ બજેટમાં વિદ્યાર્થીઓને ઘણી ભેટ મળી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી સંશોધન ફેલોશિપ સ્કીમ હેઠળ 10,000 ફેલોશિપની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ, વિશેષ વિદ્યાર્થીઓ IITs, IISERs અને IISc માં Ph.Dમાં આ સ્કીમ હેઠળ સીધો પ્રવેશ અને આકર્ષક શિષ્યવૃત્તિ મળશે. દરેક વ્યક્તિ પાંચ વર્ષ માટે પ્રતિ વર્ષ ₹2 લાખની સંશોધન ગ્રાન્ટ મેળવશે. એવામાં જાણીએ કે શું છે PM રિસર્ચ ફેલોશિપ સ્કીમ.
શું છે PM રિસર્ચ ફેલોશિપ સ્કીમ?
પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના ભારતમાં ડોક્ટરલ સંશોધન માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ફેલોશિપ આપવાની યોજના છે, જેના સંદર્ભમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં કેટલીક નવી જાહેરાતો કરી છે. 2018-19ના બજેટમાં પ્રથમ વખત આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
જાન્યુઆરીમાં જીનોમ ઈન્ડિયા પ્રોજેક્ટ પર બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 'PM રિસર્ચ ફેલોશિપ સ્કીમ પીએચડી અભ્યાસ દરમિયાન રિસર્ચ કરવા માટે લાગુ કરવામાં આવી છે.' આ યોજના અંગે નવી માહિતી આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે આગામી 5 વર્ષમાં 10,000 નવી ફેલોશિપ આપવામાં આવશે.
PMRF સ્કીમ પસંદગીના વિદ્યાર્થીઓને IIT, IISc અને IISER માં પીએચડી પ્રોગ્રામ્સમાં સીધો પ્રવેશ પૂરો પાડે છે. જે દર મહિને ₹70,000 થી ₹80,000 સુધીની છે.
પ્રથમ વર્ષ - દર મહિને ₹70,000
બીજા વર્ષ - દર મહિને ₹70,000
ત્રીજું વર્ષ - દર મહિને ₹75,000
ચોથું વર્ષ - દર મહિને ₹80,000
પાંચમું વર્ષ - દર મહિને ₹80,000
દરેક વિદ્યાર્થીને પ્રતિ વર્ષ ₹2 લાખ (પાંચ વર્ષ માટે ₹10 લાખ સુધી)ની રિસર્ચ ગ્રાન્ટ પણ મળે છે.
આ પણ વાંચો: આ બિહારનું બજેટ હતું કે કેન્દ્રનું? કોંગ્રેસે કર્યો કટાક્ષ તો એનડીએએ ગણાવ્યો ઐતિહાસિક
તાજેતરમાં, આ યોજના દેશની તમામ માન્ય સંસ્થાઓ/યુનિવર્સિટીઓના પાત્ર વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને સેન્ટ્રલી ફંડેડ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ્સ (CFTIs) સાથે સંલગ્ન સંસ્થાઓમાં M.Tech કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને ₹12,400ની માસિક ફેલોશિપ આપવામાં આવે છે.