Budget 2025 : શું થયું સસ્તું અને શું થયું મોંઘું, જાણો બજેટમાં મોટી જાહેરાત
Budget 2025 Cheaper And Costlier List: આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. નિર્મલા સીતારમણે સતત 8મી વખત બજેટ રજૂ કર્યું છે. નાણાંમંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે.
આ બજેટમાં થનારી જાહેરાતો સામાન્ય વ્યક્તિ પર ખૂબ મોટી અસર કરે છે. બજેટમાં મધ્યમવર્ગને આશા હોય છે જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થાય. ત્યારે બજેટમાં કેટલીક વસ્તુઓ સસ્તી થઈ છે, જ્યારે કેટલીક વસ્તુઓ મોંઘી બની છે. આવો જાણીએ આ બજેટમાં કઈ વસ્તુઓ સસ્તી થઈ છે અને કઈ વસ્તુઓ મોંઘી બની છે.
આ પણ વાંચો: Budget 2025: કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારીને 5 લાખ કરાઇ, PM ધનધાન્ય યોજનાની જાહેરાત
શું થયું સસ્તું | શું થયું મોંઘું |
મોબાઇલ ફોન | ફ્લેટ પેનલ ડિસ્પ્લે |
મોબાઇલ બેટરી | ટીવી ડિસ્પ્લે |
LED અને LCD ટીવી | ગૂંથેલા કાપડ |
કેન્સર જેવી જીવનરક્ષક દવાઓ | |
ઈલેક્ટ્રિક વાહનો | |
કપડાંનો સામાન | |
મેડિકલ ઇક્વિપમેન્ટ્સ | |
લેધર ગૂડ્સ | |
હેન્ડલૂમ કપડાં | |
કેમેરા મોડ્યુલ | |
કનેક્ટર | |
વાયર્ડ હેડસેટ | |
માઇક્રોફોન-રિસીવર | |
USB કેબલ | |
ફિંગરપ્રિન્ટ રીડર | |
મોબાઇલ ફોન સેન્સર |