Get The App

Budget 2025: આ બજેટ ગોળી વાગ્યા પર બેન્ડ-એઇડ લગાવવા જેવું, રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
Budget 2025: આ બજેટ ગોળી વાગ્યા પર બેન્ડ-એઇડ લગાવવા જેવું, રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા 1 - image


Rahul Gandhi On Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું છે. જેમાં મધ્યમ વર્ગને મોટી ભેટ આપતા 12 લાખ રૂપિયા સુધીની આવક પર ઝીરો ઈન્કમ ટેક્સ જેવી મોટી જાહેરાત કરવામાં આવી હતી. એવામાં હવે બજેટ 2025 પર કોંગ્રેસ સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી છે. 

કોંગ્રેસ સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીની બજેટ પર પ્રતિક્રિયા 

બજેટ પર કટાક્ષ કરતા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આ 'ગોળીના ઘા પર બેન્ડ-એઇડ' લગાવવા જેવું છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે મોટા ફેરફારોની જરૂર હતી. પણ આ સરકાર વિચારોની બાબતમાં નાદાર છે.'

વિકાસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું છેઃ જયરામ રમેશ

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે X પર પોસ્ટ કરતા કહ્યું કે, 'નાણામંત્રી નિર્મલા સીતારમણે વિકાસના ચાર એન્જિન - કૃષિ, MSME, રોકાણ અને નિકાસ વિશે વાત કરી હતી, પરંતુ બજેટ સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયું છે.'

તેમણે બીજી પોસ્ટમાં કહ્યું, “ડૉ. જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પરમાણુ નુકસાની કાયદો, 2010 માટે સિવિલ લાયબિલિટી ઇચ્છતી હતી પરંતુ અરુણ જેટલીના નેતૃત્ત્વમાં ભાજપે આ કાયદાને નુકસાન પહોચાડ્યું હતું. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે નાણામંત્રીએ કાયદામાં સુધારો કરવાની જાહેરાત કરી છે.'

Budget 2025: આ બજેટ ગોળી વાગ્યા પર બેન્ડ-એઇડ લગાવવા જેવું, રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા 2 - image


Google NewsGoogle News