Budget 2025: કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારીને 5 લાખ કરાઈ, PM ધનધાન્ય યોજનાની જાહેરાત
Union Budget 2025: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે (1 ફેબ્રુઆરી) દેશનું આગામી બજેટ રજૂ કરી રહ્યા છે. તેમાં કેટલીક મહત્ત્વની જાહેરાત કરી છે. આમ જનતાથી માંડીને કૉર્પોરેટ વર્લ્ડ આ બજેટની રાહ જોઈ રહ્યું છે. ત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાતો કરી છે. જેમાં 'પીએમ ધન્ય ધાન્ય યોજના' લાવવામાં આવશે તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે.
ખેડૂતો માટે કરવામાં આવેલી મહત્ત્વની જાહેરાતો
- ભારતના પારંપારિક સુતર ઉદ્યોગને પ્રોત્સાહન
- કપાસ ઉત્પાદન માટે 5 વર્ષ સરકાર ફોકસ કરશે
- પીએમ ધન્ય ધાન્ય યોજના લાવશે. 100 જિલ્લાને મળશે ફાયદો
- કપાસના ઉત્પાદન અને માર્કેટિંગ પર ફોકસ
- કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી
- યુવાનોને રોજગારી પૂરી પાડવાની પ્રાથમિકતા
- કઠોળમાં આત્મનિર્ભરતાનું મિશન
- બિહારમાં મખના બોર્ડની રચના કરવામાં આવશે.
- ટેક્સ, ઉર્જા અને શહેરી વિકાસ પર ફોકસ
- ગરીબ, યુવા, ખેડૂતો અને નારી શક્તિ પર ફોકસ