Get The App

15 લાખથી વધુ આવક ધરાવતા લોકો પર સરકારની નજર, બજેટમાં મળી શકે છે ગુડ ન્યૂઝ

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
Income Tax Relief


Budget 2025 Income Tax Relief: નવી ટેક્સ સિસ્ટમ લાગુ થયા બાદ સરકારે ટેક્સ સ્લેબ મુજબ મર્યાદા વધારીને વાર્ષિક રૂ. 15 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓને રાહત આપી છે. આ રાહતનો હેતુ વધતા ફુગાવાના સમયમાં તેમની આવક થતા ઘટાડાથી બચાવવાનો છે. 

CIIમાં લગભગ 21%નો વધારો 

પરંતુ, જો આપણે સૌથી વધુ ટેક્સ ચૂકવનારા કરદાતાઓની વાત કરીએ, તો તેમને છેલ્લા 5 વર્ષથી લિમિટ મુજબ કોઈ રાહત મળી નથી. ડેટા અનુસાર, 2020માં નવી ટેક્સ સિસ્ટમની શરૂઆતથી, કોસ્ટ ઇન્ફલેશન ઇન્ડેક્સ (CII)માં લગભગ 21%નો વધારો થયો છે.

15 લાખ સુધીની આવક ધરાવતા લોકોને મળી શકે છે રાહત 

ફુગાવાની અસરને ઘટાડવા માટે, સરકારે પાંચ વર્ષમાં રૂ. 15 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓ માટે ઓછામાં ઓછા 20% અને મહત્તમ 40%ની મર્યાદામાં વધારો કર્યો છે. જો કે, 15 લાખથી વધુ આવક ધરાવતા કરદાતાઓની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેઓએ મહત્તમ 30%ના દરે ટેક્સ ચૂકવવો પડશે.

નિષ્ણાતો એમ પણ માને છે કે હવે ફુગાવા અને અન્ય ખર્ચાઓને જોતા સરકારે સૌથી વધુ સ્લેબમાં આવતા લોકોને રાહત આપવા અંગે વિચારવાની જરૂર છે.આંકડાઓ અનુસાર, જો આપણે ITR ફાઇલ કરનારાઓની આવકના સ્લેબ પર નજર કરીએ, તો 70% કરદાતાઓની કરપાત્ર આવક 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે.

જાણો કોણ ચૂકવે છે સૌથી વધુ ટેક્સ 

આવી સ્થિતિમાં માત્ર 30% લોકો જ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન માટે સરકારનો સૌથી મોટો આધાર છે. એટલા માટે એવી માંગ કરવામાં આવી રહી છે કે આ લોકોને પણ ટેક્સના બોજમાંથી થોડી રાહત મળવી જોઈએ, જેનાથી શહેરી કર્મચારીઓને ઘણી રાહત મળશે, કારણ કે આ લોકો ઊંચા વ્યાજ દરે હોમ લોન EMI ચૂકવી રહ્યા છે. તેમજ સારી લાઈફસ્ટાઈલ માટે ખર્ચા કરી રહ્યા છે. 

ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયાએ સરવે રિપોર્ટ રજૂ કર્યો 

ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયાના તાજેતરના સરવેમાં પણ લોકોએ ટેક્સ મુક્તિની માંગણી કરી છે. સરવે અનુસાર, દેશના 57% વ્યક્તિગત કરદાતા ઇચ્છે છે કે સરકાર આગામી બજેટમાં ટેક્સમાં ઘટાડો કરીને તેમને રાહત આપે. 25% લોકોએ મહત્તમ ટેક્સ સ્લેબમાં છૂટછાટની માંગ કરી છે. 72% વ્યક્તિગત કરદાતાઓએ નવી ઇન્કમટેક્ષ સિસ્ટમ પસંદ કરી હોવા છતાં, 63% લોકો જૂની સિસ્ટમ હેઠળ પ્રોત્સાહનો વધારવાની તરફેણમાં છે.

નવી ટેક્સ સિસ્ટમ પ્રત્યે આકર્ષણ વધારવા માટે લગભગ 46% લોકોએ ટેક્સ રેટ ઘટાડવાનું સૂચન કર્યું છે. 47% લોકો ઈચ્છે છે કે જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ 'સેટ-ઓફ' મર્યાદા વધારવી જોઈએ અથવા 2 લાખ રૂપિયાની મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવે. 

15 લાખથી વધુ આવક ધરાવતા લોકો પર સરકારની નજર, બજેટમાં મળી શકે છે ગુડ ન્યૂઝ 2 - image


Google NewsGoogle News