Get The App

Budget 2025: હિરુભાઈ પટેલના નામે છે ખાસ રૅકોર્ડ, સીતારમણે 2020માં આપ્યું હતું સૌથી લાંબુ બજેટ ભાષણ

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
Budget 2025: હિરુભાઈ પટેલના નામે છે ખાસ રૅકોર્ડ, સીતારમણે 2020માં આપ્યું હતું સૌથી લાંબુ બજેટ ભાષણ 1 - image


Budget 2025: દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. એવામાં દેશ અનુમાન લગાવી રહ્યો છે કે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે દેશના એક અબજથી વધુ નાગરિકો માટે શું લાવવા જઈ રહ્યા છે. નાણાંમંત્રી સંસદમાં બજેટ ભાષણ આપે છે, જેમાં અર્થતંત્ર અને નાણાકીય વર્ષમાં લોકો માટે સરકારની યોજનાઓ જણાવવામાં આવે છે. આ કારણે દરેક બજેટ સ્પીચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એવામાં ભારતીય ઇતિહાસના સૌથી લાંબા અને ટૂંકા બજેટ ભાષણો પર એક નજર કરીએ. 

સૌથી લાંબુ બજેટ ભાષણ 

બજેટ 2020 - નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ રજૂ કરીને વર્ષ 2020માં તમામ રૅકોર્ડ તોડી નાખ્યા હતા. બજેટ 2020-21 માટે તેમનું ભાષણ 2 કલાક 42 મિનિટ સુધી ચાલ્યું હતું.

આ ભાષણ દરમિયાન, નિર્મલા સીતારમણે નવી ટેક્સ વ્યવસ્થા જેવા ઘણા આર્થિક સુધારા રજૂ કર્યા હતા. જો કે આ ભાષણ દરમ્યાન તેઓ અસ્વસ્થતા અનુભવતા અંતે બજેટ ભાષણના છેલ્લા બે પાના વાંચવા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આગળ આવવું પડ્યું હતું. વર્ષ 2020માં, સીતારમણે વર્ષ 2019માં બજેટ ભાષણ રજૂ કરવાનો 2 કલાક 19 મિનિટનો પોતાનો જ રૅકોર્ડ તોડ્યો હતો. 

નિર્મલા સીતારમણ પહેલા જસવંત સિંહ દ્વારા વર્ષ 2003માં સૌથી લાંબુ બજેટ ભાષણ આપવામાં આવ્યું હતું, જે 2 કલાક 13 મિનિટ ચાલ્યું હતું. અરુણ જેટલીનું વર્ષ 2014નું બજેટ ભાષણ 2 કલાક 10 મિનિટનું હતું.

સૌથી ટૂંકું બજેટ ભાષણ

1977ના વર્ષમાં અત્યાર સુધીનું સૌથી ટૂંકું બજેટ ભાષણ તત્કાલિન નાણામંત્રી હિરુભાઈ મુલજીભાઈ પટેલે આપ્યું હતું. 1977ના તેમના વચગાળાના બજેટ ભાષણમાં માત્ર 800 શબ્દો હતા.

શબ્દોની દૃષ્ટિએ સૌથી લાંબુ બજેટ ભાષણ

વર્ષ 1991 શબ્દોની દૃષ્ટિએ સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રૅકોર્ડ મનમોહન સિંહ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેઓ 1991માં ભારતના નાણામંત્રી હતા. તે વર્ષે તેમનું બજેટ ભાષણ 18,650 શબ્દોનું હતું પી.વી. નરસિમ્હા રાવ સરકાર હેઠળ, મનમોહને ઉદારીકરણને પ્રોત્સાહન આપતાં વર્ષ 1991માં ભારતનું સૌથી મહત્ત્વપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું.

Budget 2025: હિરુભાઈ પટેલના નામે છે ખાસ રૅકોર્ડ, સીતારમણે 2020માં આપ્યું હતું સૌથી લાંબુ બજેટ ભાષણ 2 - image




Google NewsGoogle News