Get The App

મોદી સરકારે માલદીવને બજેટમાં આપ્યો ઝટકો, ગત વર્ષ કરતા 171 કરોડ ઓછા ફાળવ્યા

નણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
મોદી સરકારે માલદીવને બજેટમાં આપ્યો ઝટકો, ગત વર્ષ કરતા 171 કરોડ ઓછા ફાળવ્યા 1 - image


Budget 2024 : નણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટથી કેન્દ્ર સરકારે માલદીવને જોરદાર ઝટકો આપ્યો છે. ભારતે તેના પાડોશી દેશ માલદીવ માટે ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ઓછી રકમ ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માલદીવ માટે 2023-24ના બજેટમાં 771 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જ્યારે આ બજેટમાં કુલ 171 કરોડ ઓછા ફાળવ્યા છે.

ભારતમાંથી માલદીવ જનારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો

નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, 2024-25માં માલદીવ માટે 600 કરોડ રૂપિયાના બજેટનો અંદાજ રાખવામાં આવ્યો છે. કોઈપણ દેશ માટે બજેટમાં ફાળવવામાં આવેલી રકમ તેની આયાત અને નિકાસ પર ખર્ચવામાં આવે છે. વ્યવસાયિક વ્યવહારો ઉપરાંત, આ રકમ અન્ય દેશો સાથે લશ્કરી ટેક્નોલોજીના આદાનપ્રદાન માટે પણ ખર્ચવામાં આવે છે. અગાઉ ભારતમાંથી માલદીવ જનારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

દર વર્ષે  બજેટ વધતું હતું, આ વર્ષે ઘટ્યું

કેન્દ્ર સરકારે માલદીવ માટે 2023-24ના બજેટમાં સંસોધન કરીને રકમ વધારીને રૂ. 771 કરોડ કરી હતી. જ્યારે ફેબ્રુઆરી 2023માં રજૂ કરાયેલ મંજૂર રકમ 400 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. ભારત સરકારે વર્ષ 2022-23ના બજેટમાં ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે 183 કરોડ રૂપિયા રાખ્યા હતા. હવે માલદીવ માટે બજેટમાં સતત વધતી જતી રકમમાં આ વખતે ઘટાડો એ ભારત સાથેના તેના સંબંધો નબળા થવાનો સંકેત આપે છે.

શું છે વિવાદ?

PM મોદીએ 4 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી. આ પછી લોકો કહેવા લાગ્યા કે, હવે ભારતીયોએ માલદીવ નહીં પણ લક્ષદ્વીપ જવું જોઈએ. આ વિષય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ દરમિયાન માલદીવની મુઈઝુ સરકારમાં મંત્રી મરિયમ શિયુનાએ કેટલીક વાંધાજનક ટ્વીટ કરી હતી. અહીં તેમણે PM મોદીની મજાક પણ ઉડાવી હતી. આ સિવાય તે લક્ષદ્વીપની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા. તેમના પછી માલદીવના નેતાઓ માલશા શરીફ અને મહજૂમ માજીદે પણ કેટલીક વાંધાજનક પોસ્ટ કરી હતી. 

મોદી સરકારે માલદીવને બજેટમાં આપ્યો ઝટકો, ગત વર્ષ કરતા 171 કરોડ ઓછા ફાળવ્યા 2 - image


Google NewsGoogle News