Get The App

પ્રયાગરાજમાં કનૈયાલાલ જેવો કાંડ, બસ કંડક્ટરની કરાઈ હત્યા, આરોપીએ બનાવ્યો હતો વીડિયો

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
પ્રયાગરાજમાં કનૈયાલાલ જેવો કાંડ, બસ કંડક્ટરની કરાઈ હત્યા, આરોપીએ બનાવ્યો હતો વીડિયો 1 - image


- આરોપીનું નિવેદન અને તેના વલણ પરથી એજન્સીઓને તેના પર આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલો હોવાની શંકા

પ્રયાગરાજ, તા. 25 નવેમ્બર 2023, શનિવાર

શુક્રવારે એક બીટેકના વિદ્યાર્થી દ્વારા બસના ડ્રાઈવર અને કંડક્ટર પર જીવલેણ હુમલાની ખબર સામે આવી હતી. હુમલામાં ઘાયલ ડ્રાઈવરની ગંભીર હાલત હતી. હવે સમાચાર મળી રહ્યા છે કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન કંડક્ટરનું મોત થઈ ગયું છે. કંડક્ટરના મોતની પુષ્ટિ હનુમાનગઢી અયોધ્યાના મહંત રાજૂ દાસે કરી છે. બીજી તરફ આરોપીનું નિવેદન અને તેના વલણ પરથી એજન્સીઓને તેના પર આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલો હોવાની શંકા છે. તે અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. 

શું છે સમગ્ર મામલો?

મામલો શુક્રવારે સવારે ઐદ્યોગિક વિસ્તારનો છે. અહીં સિટી ઈલેક્ટ્રિક બસમાં ભાડા બાબતે B.Tech સ્ટુડન્ટ લારૈબ હાશમીનો ડ્રાઈવર અને કંડક્ટર સાથે વિવાદ થઈ ગયો હતો. આરોપ છે કે વિદ્યાર્થીએ અચાનક જેહાદી ઝિંદા હૈ... અને 'અલ્લાહ-હુ-અકબર'ના નારા લગાવતા કંડક્ટર હરિકેશ અને ડ્રાઈવર પર છરા વડે હુમલો કરી દીધો હતો. કંડક્ટરને ગળા અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ હતી. બસમાં બેઠેલા અન્ય મુસાફરોની ચીસો સાંભળીને હુમલાખોર વિદ્યાર્થી બસમાંથી નીચે ઉતરીને ભાગી ગયો હતો.

બીજી તરફ ઘટનાની જાણ મળતા જ પોલીસ ટીમે વિદ્યાર્થી લારેબને પકડી લીધો. ત્યારબાદ આરોપીની નિશાનદેહીથી પોલીસ છરો મેળવવા માટે ગઈ હતી. આ દરમિયાન  લારેબે કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે છરા વડે પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. પોલીસ ટીમે આત્મરક્ષા માટે એન્કાઉન્ટર કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. એન્કાઉન્ટર દરમિયાન આરોપી વિદ્યાર્થીને પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ તેને ઈજાગ્રસ્ત અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હુમલાનો નથી કોઈ અફસોસ 

આરોપી વિદ્યાર્થી લારેબ હાશમી મૂળ પ્રયાગરાજના સોરાંવ વિસ્તારનો રહેવાસી છે. બીટેક વિદ્યાર્થીનો વિવાદાસ્પદ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં આરોપીએ કહ્યું કે, તેણે બસ ડ્રાઈવર અને કંડક્ટર પર હુમલો કર્યો છે અને તેને એ વાતનો કોઈ અફસોસ નથી. તેણે પહેલાથી જ બસ ડ્રાઈવર અને કંડક્ટર પર હુમલો કરવાની તૈયારી કરી રાખી હતી. તેણે બસ ડ્રાઈવર અને કંડક્ટર પર ધાર્મિક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો. આરોપી વિદ્યાર્થીએ કહ્યું કે, તેણે હુમલો કર્યો છે અને અલ્લાહની ઈચ્છા હશે તો તે મરી જશે. તેણે આગળ કહ્યું કે, તે કોઈ યોગી અને મોદીથી નથી ડરતો. તેણે કહ્યું કે, કોઈએ એવું ન સમજવું કે, યોગી અને મોદીની સરકાર છે તો મુસલમાન ડરી જશે. 


Google NewsGoogle News