Get The App

બસપા એનડીએ કે ઇન્ડિયા સાથે ગઠબંધન નહીં કરે : માયાવતી

Updated: Oct 11th, 2024


Google News
Google News
બસપા એનડીએ કે ઇન્ડિયા સાથે ગઠબંધન નહીં કરે : માયાવતી 1 - image


હરિયાણાના ચૂંટણી પરિણામો બાદ સ્પષ્ટતા

જે પણ પક્ષ કે ગઠબંધનને સમર્થન આપ્યું તેઓ નિરાશાજનક પરિણામો જ લાવ્યા હોવાનો દાવો

લખનઉ: બસપાના વડા માયાવતીએ જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ બસપા કોઇ પણ રાજ્યમાં એનડીએ કે ઇન્ડિયા ગઠબંધનથી દૂર રહેશે સાથે જ કોઇ પણ પ્રકારના સ્થાનિક પક્ષની સાથે ગઠબંધન નહીં કરે. અગાઉ કરેલા ગઠબંધનમાં સંતોષકારક પરિણામો ના મળ્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે.  ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આ સ્પષ્ટતા હરિયાણાની વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને પંજાબની ચૂંટણી પૂર્વે કરી હતી. તેમણે ટ્વિટર પર કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે બસપાએ પોતાના મતોને સાથી પક્ષોને ટ્રાન્સફર કર્યા છે, આવુ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જોવા મળ્યું છે. પરંતુ બદલામાં આ સાથી પક્ષો દ્વારા બહુ જ નિરાશાજનક પરિણામો આપવામાં આવ્યા છે. જેને કારણે બસપાના કાર્યકર્તાઓના મનોબળ અને પક્ષની ચળવળ પર અસર થઇ છે. 

માયાવતીએ વધુમાં ઉમેર્યું હતું કે પક્ષના કેડર્સને વધુ નિરાશ થતા અટકાવવા જરૂરી છે. 

હરિયાણાના ચૂંટણી પરિણામો અને પંજાબની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક બેઠક યોજવામાં આવી હતી જે દરમિયાન નિર્ણય લેવાયો છે કે બસપા ભાજપ-એનડીએ અને કોંગ્રેસ-ઇન્ડિયા ગઠબંધનોથી દૂર રહેશે. દેશમાં બસપા એક માત્ર એવો પક્ષ છે કે જે આંબેડકરના મૂલ્યો સાથે ચાલે છે અને બહુજન સમાજને એક કરવાની ચળવળ ચલાવે છે. 


Tags :
MayawatiBSP-will-not-form-allianceNDA-or-India

Google News
Google News