Get The App

માયાવતીએ દિલ્હીની સાતેય લોકસભા બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર, જાણો BSP કયા પક્ષોનો બગાડશે ખેલ?

Updated: May 1st, 2024


Google NewsGoogle News
માયાવતીએ દિલ્હીની સાતેય લોકસભા બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર, જાણો BSP કયા પક્ષોનો બગાડશે ખેલ? 1 - image


Delhi Lok Sabha Elections 2024 : દિલ્હીમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 25 મેએ સાતેય બેઠક પર મતદાન યોજાવાનું છે, ત્યારે બીએસપીના વડા માયાવતીએ સાતેય બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધારી દીધી છે. દિલ્હીમાં અનુસૂચિત જાતિની વસ્તી અને ઉત્તર પ્રદેશના લોકોની સંખ્યા વધુ હોવાથી બીએસપીને રાજધાનીમાં ફાયદો દેખાઈ રહ્યો છે અને તેની એન્ટ્રીથી અન્ય પક્ષોના વોટ શેરિંગમાં પણ અસર જોવા મળી શકે છે.

દિલ્હીમાં SC, ઉત્તર પ્રદેશના લોકોની સંખ્યા વધુ, BSPને થશે લાભ

વાસ્તવમાં દિલ્હીમાં અનુસૂચિત જાતિના 20 ટકા મતદારો છે. આ ઉપરાંત ત્યાં ઉત્તર પ્રદેશના લોકોની પણ સંખ્યા વધુ છે, જેઓ દિલ્હીના મતદારો પણ બની ચુક્યા આવી સ્થિતિમાં BSP પાસે રાજધાનીમાં ખોવાયેલી સાખ પાછી મેળવવાની તક છે. આ જ કારણે બસપાએ તમામ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

અમે અમારા દમ પર ચૂંટણી લડીશું : બસપા નેતા

દિલ્હી બસપાના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ સિંહે કહ્યું કે, ‘ક્યારે કોંગ્રેસ (Congress), તો ક્યારે ભાજપ (BJP) અમારો એકબીજા વિરુદ્ધ ઉપયોગ કરીને બી ટીમ કહેતા હતા, જોકે હવે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું છે, તેથી હવે સ્પષ્ટ છે કે, કોણ કોની સાથે છે. અમે અમારા દમ પર ચૂંટણી લડીશું.

દિલ્હીમાં ક્યારે મુસ્લિમોને ટિકિટ અપાઈ નથી : બસપાનો દાવો

બસપાના પ્રદેશ અધ્યક્ષે દાવો કર્યો કે, કોઈપણ પક્ષોએ દિલ્હીની સાતેય લોકસભા બેઠક પર ક્યારે મુસ્લિમ મતદારોને ટિકિટ આપી નથી. પરંતુ બસપાએ મુસ્લિમ સમજાના બે ઉમેદવારોને ટિકિટ આપી છે. બસપાના મુખ્ય મતદારો પહેલા કોંગ્રેસમાં અને પછી આમ આદમી પાર્ટીમાં વિખેરાઈ ગયા હતા, પરંતુ દિલ્હીમાં જ નહીં, દેશભરમાં બસપાના મુખ્ય મતદારો પરત ફરી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે, બસપાએ સાતેય બેઠક પર ઉમેદવારો ઉતારી કયા પક્ષનો ખેલ બગાડ્યો છે. શું બસપાના કારણે આપ-કોંગ્રેસના ગઠબંધનને નુકસાન થશે કે પછી ભાજપને. જોકે બસપાની અન્ય પક્ષો પર થનારી અસરો ચાર જૂના પરિણામમાં જ સામે આવશે.

બસપાના ઉમેદવારોમાં ત્રણ એડવોકેટ

બસપાએ ચાંદની ચોક બેઠક પરથી એડવોકેટ અબ્દુલ કલામ, સાઉથ દિલ્હીથી અબ્દુલ બાસિત, પૂર્વ દિલ્હીમાંથી ઓબીસી સમાજના એડવોકેટ રાજન પાલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અબ્દુલ બાસિત અગાઉ આરજેડીમાં હતા. ઉત્તર પૂર્વ દિલ્હીની બેઠક પરથી અનુસૂચિત જાતિ સમાજના ડૉક્ટર અશોક કુમાર, નવી દિલ્હીની બેઠક પરથી એડવોકેટ સત્યપ્રકાશ ગૌતમ, ઉત્તર પશ્ચિમ દિલ્હીમાંથી વિજય બૌદ્ધ અને પશ્ચિમ દિલ્હીની બેઠક પરથી વિશાખા આનંદને મેદાનમાં ઉતાર્યા છે.


Google NewsGoogle News