Get The App

સરકારી ટેલિકોમ કંપનીએ લૉન્ચ કર્યો એવો પ્લાન કે લોકોએ કહ્યું- BSNLની ઘરવાપસી

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
BSNL

BSNL ki Ghar Wapsi:  પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા હોવા છતાં સરકારી ટેલિકોમ કંપની BSNL સોશિયલ મીડિયા છવાયેલી જોવા મળે છે. સરકારી કંપનીએ હાલમાં જ કેટલાક નવા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે, જે યુઝર્સ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા કંપનીએ 84 દિવસનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જે ખાનગી ટેલિકોમ કંપનીઓના પ્લાનની સરખામણીમાં 50 ટકા સસ્તો હતો. આ પ્લાનમાં હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગ સાથે ઘણા બેનિફિટ્સ ઓફર કરવામાં આવી રહ્યા છે.

BSNLનો 84 દિવસનો પ્લાન

સરકારી ટેલિકોમ કંપનીનો આ રિચાર્જ પ્લાન STV599 તરીકે ઓળખાય છે. આ સ્પેશિયલ ટેરિફ વાઉચરમાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. 599 રૂપિયાનો આ રિચાર્જ પ્લાન દરેક ટેલિકોમ ઝોન માટે ઉપલબ્ધ છે. દિલ્હી અને મુંબઈના લોકો સિવાય દેશભરના દરેક ટેલિકોમ સર્કલના યુઝર્સ તેનો લાભ લઈ શકે છે.

આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 252GB ડેટા મળે છે. આ સાથે યુઝર્સને દેશભરમાં કોઈપણ ટેલિકોમ નેટવર્ક પર અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 મફત SMSનો લાભ પણ મળશે. જિયોના 3GB દૈનિક ડેટા સાથેના રિચાર્જ પ્લાનની કિંમત પહેલા 999 રૂપિયા હતી, જે હવે કંપનીએ તેની કિંમત વધારીને 1,199 રૂપિયા કરી દીધી છે. BSNL યુઝર્સને આ તમામ લાભ અડધી કિંમતે મળી રહ્યો છે. 

BSNL ki Ghar Wapsi

BSNL ટૂંક સમયમાં સમગ્ર દેશભરમાં 4G સેવા લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ સેવા ચેન્નાઈ ટેલિકોમ સર્કલ માટે શરુ કરી છે. અને તેના માટે કંપનીએ 10 હજારથી વધુ નવા 4G ટાવર લગાવવાનું કામ પૂર્ણ કરી દીધુ છે. સરકારી ટેલિકોમ કંપની હવે તેમના યુઝર્સને હવે 5G તૈયાર સિમ કાર્ડ ઓફર કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તાજેતરમાં "BSNL ki Ghar Wapsi" હેશટેગ સાથે 45 હજારથી વધુ પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે યુઝર્સમાં ટ્રેન્ડ થઈ છે. 


Google NewsGoogle News