Get The App

BSF Recruitment 2024: સેનામાં જોડાવાની તક, 12મું પાસ પણ અરજી કરી શકશે, પગાર 1.42 લાખ સુધી

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
BSF


BSF Recruitment 2024 : આર્મીમાં પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છતા યુવાનો માટે ખૂશીના સમાચાર છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) માં ગ્રુપ બી અને ગ્રુપ સી માટે વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. BSF માં પેરામેડિકલ સ્ટાફ, કોન્સ્ટેબલ, સબ ઈસ્પેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઈસ્પેક્ટર સહિતની જગ્યા પર કુલ 144 જેટલી ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં 11 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં ફોર્મ ભરી શકાશે. આ ઉપરાંત, ભરતીની પરીક્ષા અને એડમિટ કાર્ડ સંબંધિત જાણકારી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. BSF ભરતી 2024 માં લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, સ્કિલ ટેસ્ટ (પોસ્ટ મુજબ), દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ તપાસના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. 

10 પાસ, 12 પાસ અને ITI વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાવી શકશે

OTRP, SKT, ફિટર, કાર્પેન્ટર સહિતની કોન્સ્ટેબલ ટેક્નિકલ પોસ્ટ માટે 10 પાસ સાથે-સાથે ITI ના વિવિધ ટ્રેડમાં 3 વર્ષના અનુભવની જોગવાઈ છે. જ્યારે કોન્સ્ટેબલ કેનલમેનની પોસ્ટ માટે 10મું પાસ અને 2 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત, 12મું પાસ કર્યા પછી, સંબંધિત ક્ષેત્રમાં કામનો અનુભવ અને સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. જેમાં દરેક પોસ્ટ પ્રમાણે તેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અલગ અલગ છે. આ સાથે અરજદારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ 25-30 વર્ષ હોવી આવશ્યક છે. 

BSF માં કુલ 144 પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા વિવિધ પદ પર 144 જેટલી ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં હેડ કોન્સ્ટેબલની (પશુચિકિત્સા) 4, કોન્સ્ટેબલ કેનાલમેનની 2, સબ ઈન્સ્પેક્ટરની (SI) 3, કોન્સ્ટેબલ ગ્રુપ સીની 34, SI સ્ટાફ નર્સ ગ્રુપ બીની 14, ASI ગ્રુપ સીની 85, ઈન્સ્પેક્ટરની (લાઈબ્રેરિયન) 2 મળીને કુલ 144 પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

કઈ પોસ્ટ માટે કેટલું પગારધોરણ રહેશે

BSF દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં દરેક પોસ્ટ માટે તેના પગારધોરણની જોગવાઈ અલગ-અલગ દર્શાવવામાં આવી છે. જેમાં હેડ કોન્સ્ટેબલમાં (પશુચિકિત્સા) 25000-81000 રૂપિયા, કોન્સ્ટેબલ કેનાલમેનમાં 21700-69100 રૂપિયા, સબ ઈન્સ્પેક્ટરમાં (SI) 35400-112400 રૂપિયા, કોન્સ્ટેબલ ગ્રુપ સીમાં 21700-69100 રૂપિયા, SI સ્ટાફ નર્સ ગ્રુપ બીમાં 35400-112400 રૂપિયા, ASI ગ્રુપ સીમાં 29200-92300 રૂપિયા, ઈન્સ્પેક્ટરમાં (લાઈબ્રેરિયન) 44900-14200 રૂપિયાના પગારધોરણની જોગવાઈ છે.


Google NewsGoogle News