Get The App

પંજાબના તરનતારન જિલ્લામાં BSFની મોટી કાર્યવાહી, શંકાસ્પદ ડ્રોન પકડ્યું, 2.5 કિલો હેરોઈન જપ્ત

BSFને માહિતી મળી હતી કે પાકિસ્તાનથી ડ્રોન મારફતે ડ્રગ્સને પંજાબ મોકલવામાં આવી રહ્યું છે

પાકિસ્તાનથી ડ્રગ સ્મગલરો ભારતમાં ડ્રગ કન્સાઇનમેન્ટ પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
પંજાબના તરનતારન જિલ્લામાં BSFની મોટી કાર્યવાહી, શંકાસ્પદ ડ્રોન પકડ્યું, 2.5 કિલો હેરોઈન જપ્ત 1 - image
Image:Twitter

પંજાબના તરનતારન જિલ્લાના ટીજે સિંહ ગામ પાસે એક શંકાસ્પદ ડ્રોનની પ્રવૃત્તિને BSFએ અટકાવી છે. પંજાબ પોલીસની સાથે મળીને BSFએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન તરનતારન જિલ્લાના રાજોકે ગામના ડાંગરના ખેતરથી એક ક્વોડકોપ્ટર ડ્રોન મળી આવ્યું હતું. જ્યારે BSFના જવાનોએ ડ્રોનની તલાશી લીધી ત્યારે તેમાંથી 2.5 કિલો હેરોઈન મળી આવ્યું હતું. આ ડ્રગ્સને જપ્ત કરી લેવામાં આવ્યું હતું.

ડ્રગ કન્સાઇનમેન્ટ પહોંચાડવા ડ્રોનનો ઉપયોગ

પંજાબનો તરનતારન જિલ્લા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલો છે. જે ગામમાં ડ્રગ્સથી ભરેલો ડ્રોન પકડાયો છે તે પણ સરહદની નજીક છે. પાકિસ્તાનથી ડ્રગ સ્મગલરો ભારતમાં ડ્રગ કન્સાઇનમેન્ટ પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. BSF દ્વારા આ ડ્રોંસને ઘણીવાર પકડી પાડવામાં આવે છે. આ સમગ્ર વિસ્તાર પર BSF નજર રાખે છે.

મહેંદીપુર ગામમાંથી ત્રણ પેકેટ ડ્રગ્સ મળ્યું હતું

BSFએ આ અગાઉ પહેલી સેપ્ટેમ્બરે પણ તરનતારન જિલ્લામાંથી ડ્રગ કન્સાઇન્મેન્ટ જપ્ત કર્યું હતું. BSFના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે પાકિસ્તાન તરફથી ડ્રગ્સને ભારતીય સરહદમાં મોકલવામાં આવી રહ્યું છે. માહિતી મળ્યા બાદ જ BSF અને પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશના શરુ કર્યું હતું. જિલ્લાના મહેંદીપુર ગામમાંથી ત્રણ પેકેટ ડ્રગ્સ મળી આવ્યું હતું અને જયારે પેકેટ ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી 2.7 કિલો હેરોઈન મળ્યું હતું. આ ડ્રગ્સ પાકિસ્તાની ડ્રોન મારફતે ભારતીય સરહદમાં મોકલવામાં આવતું હતું.

લખાના ગામમાં પણ ક્વોડકોપ્ટર ડ્રોન ઝડપાયું હતું

આવો જ મામલો ઓગસ્ટ મહિનામાં પણ જોવા મળ્યો હતો જયારે પોલીસ અને BSFના સંયુક્ત ઓપરેશન દરમિયાન લખાના ગામમાં એક ડ્રોન પકડાયું હતું. BSFને માહિતી મળી હતી કે પાકિસ્તાનથી ડ્રોન મારફતે ડ્રગ્સને પંજાબ મોકલવામાં આવી રહ્યું છે. ત્યારબાદ અમૃતસર અને ફિરોઝપુર જિલ્લાના અંતરિયાળ ગામોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન સૈનિકોને એક ક્ષતિગ્રસ્ત ડ્રોન મળ્યું હતું. લખાના ગામમાંથી ઝડપાયેલું ડ્રોન પણ ક્વોડકોપ્ટર જ હતું. 


Google NewsGoogle News