Get The App

પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ 1 - image


Punjab IED Blast : પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આજે (9 એપ્રિલ) આઈઈડી બ્લાસ્ટ થયો છે, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યના ગુરુદાસપુર જિલ્લાના દોરંગલા ગામ પાસે આ ઘટના બન્યા બાદ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીએસએફએ સરહદના 553 કિલોમીટર એરિયા પરના તમામ જવાનો અને પોઈન્ટોને સાવચેત કરી દીધા છે.

બ્લાસ્ટ સ્થળની આસપાસ ખેતી કરવા પર પ્રતિબંધ

જ્યાં ભયાનક બ્લાસ્ટ થયો છે, તેની આસપાસ ખેતી કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. બીએસએફ સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાની ટેકનીકલ અને ફોરેન્સિંગ તપાસ કરવામાં આવશે, ત્યારબાદ આ મુદ્દાને ઉઠાવી પાકિસ્તાન રેન્જર્સને વિરોધ પત્ર સોંપવામાં આવશે.

પેટ્રોલિંગ વખતે બની ઘટના, બે IED મળી આવ્યા

અધિકારીઓએ ક્હયું કે, બીએસએફની ટીમ સરહદ પર ફેન્સિંગ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ભારતીય ક્ષેત્રમાં છુપાયેલા અનેક આઈઈડી મળી આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ અહીં લગભગ બે આઈઈડી મળ્યા છે. ઘટના બાદ આસપાસના વિસ્તારોની ઘેરાબંધી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પેટ્રોલિંગ ટીમ તપાસ કરી રહી હતી, ત્યારે અચાનક આઈઈડી બ્લાસ્ટ થયો છે, જેમાં બીએસએફના એક જવાનના પગમાં ગંભીર ઈજા પહોંચી છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી

BSFએ એલર્ટ જાહેર કર્યું

પંજાબ સ્થિત બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ગુરુદાસપુર સ્થિત સરહદ પાસે અગાઉ પણ ડ્રોન હુમલા થતા હતા. આ ડ્રોન મારફતે પાકિસ્તાનથી ગેરકાયદે માદક પદાર્થ ઘૂસાડવામાં આવતું હતું, જોકે પ્રથમવાર આઈઈડી વિસ્ફોટની ઘટના બની છે. હાલ ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.

અગાઉ ક્યારેય IEDનો ઉપયોગ થયો નથી

અધિકારીએ કહ્યું કે, ‘ગુરુદાસપુરની સરહદ પાસે પ્રથમવાર આઈઈડી બ્લાસ્ટ થયો છે. અગાઉ પંજાબ સરહદ પર ક્યાં પણ, આંતરરાષ્ટ્રીય સરહદના 2289 કિલોમીટર વિસ્તારમાં ક્યારે આવો બ્લાસ્ટ થયો નથી.

આ પણ વાંચો : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ


Tags :