BSF જવાન 4 દિવસથી પાકિસ્તાનની કેદમાં, ભૂલથી સરહદ ઓળંગી હતી, હવે ક્યારે પાછો આવશે?
Indian Army: પહલગામમાં આતંકવાદી હુમલા બાદ બુધવારે BSFનો એક જવાન ભૂલથી આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી પાકિસ્તાન જતા રહ્યા હતાં. તે ચાર દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં છે. અત્યાર સુધી તેમને મુક્ત કરવામાં નથી આવ્યા. ભારત દ્વારા અનેકવાર વિનંતી કર્યા છતાં પર્ણબ કુમારની મુક્તિ પર પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. BSFના એક અધિકારીએ જણાવ્યું કે, 'બુધવાર બપોરથી અમે પાકિસ્તાન તરફથી કોઈ સકારાત્મક પગલાંની પ્રતીક્ષા કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા નથી મળી.'
બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું
શુક્રવારે BSF અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે થયેલી ફ્લેગ બેઠકમાં પણ પરિણામ નથી આવ્યું. આ ઘટના બાદ ત્રીજી ફ્લેગ બેઠક હતી જે BSFએ બોલાવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, 'અમે નક્કી કરવામાં આવેલી જગ્યાએ ઝંડો ઉઠાવીને પ્રોટોકોલ હેઠળ બેઠક માટે અમારી ઉપસ્થિતિ નોંધાવી. પરંતુ, શરૂઆતામાં પાકિસ્તાની રેન્જર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. બાદમાં બપોરે તેઓ આવ્યા અને સવાલ કર્યો કે, જ્યારે સ્થિતિ સ્પષ્ટ છે તો બેઠક કેમ બોલાવવામાં આવી છે? પાકિસ્તાની રેન્જર્સે સૂચિત કર્યું કે, તે પોતાના વરિષ્ઠ અધિકારીઓના આદેશની રાહ જુએ છે અને એકવાર ફરી કોઈ પરિણામ વિના વાતચીત ખતમ થઈ ગઈ.'
પર્ણબ કુમાર પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રહેવાસી છે. બુધવારે બપોરે સીમા પેસા ખેડૂતોની મદદ કરતા સમયે અજાણતા પાકિસ્તાની વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. BSFના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, 'ભારતીય સીમા પર તો બાડ છે, પરંતુ વાસ્તવિક આંતરરાષ્ટ્રીય સરહદ એક નાના થાંભલા દ્વારા ચિહ્નિત થયેલ છે, જેને નવા સૈનિકો માટે ઓળખવી મુશ્કેલ હોઈ શકે છે. ભારત સમયાંતરે માનવતાવાદી ધોરણે પાકિસ્તાની નાગરિકો અને સુરક્ષા કર્મચારીઓને પરત મોકલી રહ્યું છે, જે ભૂલથી આપણી સરહદમાં પ્રવેશ કરે છે.'
આ પણ વાંચોઃ પહલગામ હુમલા બાદ સૈન્યની એક્શન, અત્યાર સુધી 9 આતંકીઓના મકાન ધ્વસ્ત
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ભારત-પાકિસ્તાન સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પણ પાકિસ્તાન સામે કડક રાજદ્વારી કાર્યવાહીની જાહેરાત કરી હતી. આ ઘટનામાં 26 લોકોના મોત થયા હતાં.