ભારતમાં ઘૂસવા પ્રયાસ કરી રહ્યા હતા છ બાંગ્લાદેશી, અથડામણમાં એકનું મોત

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
BSF


Chandni Chowk Border Post On Indo-Bangladesh Border : પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર તસ્કરોના એક સમૂહની BSFના જવાનો સાથે અથડામણ થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને BSF દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આ ઘટનામાં એક બાંગ્લાદેશીનું મોત નીપજ્યું હતું. આ ઘટના માલદા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચાંદની ચક બોર્ડર ચોકી પાસે 11-12 ઓગસ્ટની વચ્ચેની રાત્રે બની હતી.

ઝાડીઓ છુપાયેલા તસ્કરોએ BSFના જવાન પર હુમલો કર્યો

BSF દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાને પાંચથી છ લોકોને તેમના માથા પર સામાન લઈને ભારતીય પ્રદેશમાંથી બાંગ્લાદેશ તરફ જતા જોયા હતા. આ પછી જવાનોએ તરત જ જોવા મળેલા તસ્કરોને ઊભા રહેવા નિર્દેશ કર્યો હતો. જેમાં બાંગ્લાદેશી તસ્કરોએ જવાનના કહેવા પર ધ્યાન આપ્યું ન હતુ. આ દરમિયાન ઝાડીઓ પાછળ છુપાયેલા તસ્કરોના બીજા જૂથે ધારદાર હથિયારોથી જવાન પર હુમલો કરતાં BSFના જવાનોએ સ્વબચાવમાં ગોળીબાર કરી હતી.'

ગોળીબારીમાં એક બાંગ્લાદેશીનું મોત

ગોળીબારી થતાં તસ્કરો અંધારાનો ફાયદો ઉઠાવીને જંગલની ઝાડીઓમાં છૂપાઈને ભારતીય બોર્ડર તરફ ભાગવા લાગ્યાં હતા. જ્યારે એક બાંગ્લાદેશી તસ્કર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

BSFએ નિવેદન આપ્યું

BSFના નિવેદન પ્રમાણે, ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર તસ્કરોના એક સમૂહની BSFના જવાનો સાથે અથડામણમાં મોત થનારની ઓળખ બાંગ્લાદેશના છપાઈ નવાબગંજ જિલ્લાના ઋષિપારા ગામના રહેવાસી અબ્દુલ્લા તરીકેની થઈ છે.


Google NewsGoogle News