મણિપુરમાં ફરી હિંસા ભડકી : મોરેહમાં સામસામા ગોળીબારમાં એક કમાન્ડો શહીદ : અન્ય કેટલાક ઘાયલ

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
મણિપુરમાં ફરી હિંસા ભડકી : મોરેહમાં સામસામા ગોળીબારમાં એક કમાન્ડો શહીદ : અન્ય કેટલાક ઘાયલ 1 - image


- મણિપુરનાં તોફાનો પાછળ ચીનની ચાલ બાજી : નિરીક્ષકો

- બે દિવસ પૂર્વે એક પોલીસ ઓફિસરની હત્યા થઈ : તે અંગે બે શખ્સોની ધરપકડ થયા પછી ફરી તોફાનો ફાટી નીકળ્યાં

મોરેહ : આજે (બુધવારે) ફરી એક વાર મણિપુરમાં તોફાનો ફાટી નીકળ્યાં છે. તેથી કુકી જનજાતીના કબ્જા નીચેના પર્વતીય પ્રદેશમાં આવેલા તેનગ્નુપાલ જિલ્લાનાં આ ગામ (મોરેહ) માં પોલીસ અને કુકી બળવાખોરો વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં, એક કમાન્ડો શહીદ થયો છે. જયારે અન્ય કેટલાકને ઇજાઓ થઈ છે. આ અથડામણમાં કુકી આતંકીઓએ મોરેહની એસબીઆઈ શાખા પાસે આવેલી એક પોલીસ ચોકી ઉપર બોંબ ફેંક્યો હતો અને ગોળીબારો શરૂ કર્યા હતા. પોલીસે વળતા ગોળીબાર કર્યા હતા. આ સામસામી લડાઈમાં પોલીસનો એક જવાન શહીદ થયો હતો, બીજા કેટલાકને ઇજાઓ થઈ હતી.

મોરેહમાં બે દિવસ પૂર્વે એક પોલીસ ઓફિસરની હત્યામાં સંડોવાયેલા મનાતા બે શખ્સોની ધરપકડ કરાયા બાદ રાજ્યમાં ફરી હિંસા ફાટી નીકળી છે.

મણિપુરમાં ગામડાઓમાં રહેતા યુવાનોને સરકારે આત્મ રક્ષણ માટે શસ્ત્રો આપ્યા છે. મંગળવારે રાત્રે પણ કુકુ બળવાખોર મનાતા લોકોએ ગોળીબારો કરતાં ગામના યુવાનોએ સામા ગોળીબારો કર્યા હતા. છેવટે પેલા બળવાખોરો પર્વતોમાં નાસી ગયા જયારે કેન્દ્રિય દળોએ ગામના યુવાનોને ફાયરિંગ બંધ કરવા સમજાવી લીધા હતા.

પ્રાપ્ય માહિતી પ્રમાણે ગત વર્ષે ઓકટોબરમાં પોલીસ અધિકારી આનંદની હત્યામાં સંડોવાયેલા મનાતા બે શખ્સો આ ગામમાં છુપાયેલા છે તેમ બાતમી મળતા પોલીસ તે ગામે પહોંચી હતી. પરંતુ તેઓ તેમનાં વાહનમાં નાસી ગયા. પોલીસે તેમનો પીછો કરી તેમને પકડી પાડયા હતા. પરંતુ તેમને કસ્ટડીમાંથી છોડાવવા ૨૦૦-૩૦૦ મહિલાઓએ પોલીસ ચોકી સમક્ષ દેખાવો યોજયા હતા અને તેમને વીના શરતે છોડી મુકવા માગણી કરી હતી.

તે સર્વવિદિત છે કે ગત વર્ષના મે માસથી મણિપુરના મૈતીઓ અને કુકીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. તેમાં ૨૦૦થી વધુના જાન પણ ગયા છે. આ કુકી બળવાખોરોને

વાંધો પણ વિચિત્ર છે. સરકારે મૈતીઝને પણ શેડયુલ્ડ ટ્રાઇબ (ST) સ્ટેટસ આપવાનો નિર્ણય કરતાં કુકીઓ વિફર્યા છે. કુકીઓને તો એસટી સ્ટેટસ છે જ. તેમના નેતાઓ તેમને તે રીતે ભરમાવે છે કે હવે મેદાનોમાં રહેતા બહુરમા અને પ્રમાણમાં સુખી અને સમૃદ્ધ તેવા મૈતી આપણામાંથી ભાગ પડાવશે. તેથી આ કુકીએ મૈતીઓ ઉપર હુમલા શરૂ કર્યા. મૈતીએ વળતા હુમલા શરૂ કર્યા. કુકી પાસેથી ચીનની બનાવટના શસ્ત્રો અને હાથ બોંબ મળી આવ્યા છે. જે ચીન બર્માની લશ્કરી- સરમુખત્યાર સરકાર દ્વારા આરાકાન પર્વતીય જંગલોમાંથી કુકીને પહોંચાડે છે.

વાત સ્પષ્ટ છે. ચીન ભારતને પશ્ચિમનાં પાકિસ્તાન તરફ વ્યસ્ત રાખવા માગે છે. જયારે પૂર્વમાં આ રીતે વ્યસ્ત રાખવા માગે છે. લડાખ તેમજ દામચોક કે અરૂણાચલમાં સીધી રીતે ભારત સામે ફાવી ન શકતાં પ્રોક્ષી વોર દ્વારા ભારતને વ્યસ્ત રાખી પજવી વર્તમાન નરેન્દ્ર મોદી સરકારની પ્રતિષ્ઠા તોડવા માગે છે. જેમાં તે ફાવે તેમ નથી, પરંતુ તોફાનો તો જગાવ્યા જ કરે છે.


Google NewsGoogle News