મુંબઈના હોસ્પિટલમાં બ્રિટિશ સમયની મળી આવી એક સુરંગ
- બ્રિટિશ યુગની આ સુરંગ લગભગ 130 વર્ષ જૂની હોવાનું મનાય છે
- સુરંગની લંબાઈ 200 છે
- આ સુરંગ મુંબઈના દરિયા સુધી જોડાયેલી છે
- આ સુરંગ હોસ્પિટલમાં ડિલિવરી વોર્ડથી બાળકોના વોર્ડ સુધી જાય છે
મુંબઈ, તા. 04 નવેમ્બર 2022, શુક્રવાર
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં મુંબઈના સર જે.જે. હોસ્પિટલમાં બ્રિટિશ સમયની એક સુરંગ મળી આવી છે. બ્રિટિશ યુગની આ સુરંગ લગભગ 130 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. સુરંગના અસ્તિત્વની જાણ થતાં જ જે.જે.હોસ્પિટલના લોકોએ પુરાતત્વ વિભાગને તેની જાણ કરી છે. વિભાગ હવે સ્થાનિક વહીવટીતંત્રને તેની જાણ કરશે.
A 132-year-old British era tunnel has been discovered at the government-run JJ hospital. The foundation stone of Grant Medical College was laid on March 30, 1843. @IndianExpress pic.twitter.com/nP1L67n5jj
— Rupsa Chakraborty (@RupsaChak) November 4, 2022
જ્યારે હોસ્પિટલના ડોક્ટર અરુણ રાઠોડ રાઉન્ડ પર હતા ત્યારે તેમણે આ દિવાલના છિદ્રમાંથી આ સુરંગને જોઈ હતી. તેમણે વાતચીતમાં જણાવ્યું કે, આ ઈમારત 130 વર્ષ જૂની છે. બ્રિટિશ કાળ દરમિયાન બનેલી આ સુરંગનો ઉપયોગ અંગ્રેજોએ યુદ્ધમાં પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે કર્યો હશે, કારણ કે તે જમાનામાં યુદ્ધો વધુ થતા હતા, જ્યારે લોકો માને છે કે આ સુરંગ મુંબઈના દરિયા સુધી જોડાયેલી છે. સુરંગની લંબાઈ 200 મીટર લાંબી હોવાનું કહેવાય છે. આ સુરંગ ડિલિવરી વોર્ડથી બાળકોના વોર્ડ સુધી જાય છે. સુરંગમાં વિવિધ સ્થળોએ નાના-નાના થાંભલા છે અને બારીઓની ગેરહાજરીને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.
મુંબઈની પ્રખ્યાત જેજે હોસ્પિટલ જૂની સરકારી હોસ્પિટલ છે, આ હોસ્પિટલનો ઈતિહાસ 175 વર્ષ જૂનો છે. ગરીબ દર્દીઓની સારવાર માટે તે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. આ પહેલીવાર નથી, આ પહેલા પણ 2016માં મુંબઈના મલબાર હિલ સ્થિત રાજભવનમાં અંગ્રેજોના જમાનાની સુરંગ મળી આવી હતી, જેમાં અંગ્રેજો તેમના શાસનકાળ દરમિયાન હથિયાર રાખતા હતા.