Get The App

એ... ગાંજો બિયર લાય...', સુહાગરાત પહેલાં દુલ્હને 'મુંહ દિખાઈ' માં કરી ડિમાંડ, વરનું મગજ ચકરાયું

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
એ... ગાંજો બિયર લાય...', સુહાગરાત પહેલાં દુલ્હને 'મુંહ દિખાઈ' માં કરી ડિમાંડ, વરનું મગજ ચકરાયું 1 - image

Bride asked groom bring marijuana and beer on shuhagrat : ઉત્તર પ્રદેશનાસહારનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લગ્નનની સુહાગરાતે દુલ્હને વરરાજા પાસે 'મુંહ દિખાઈ'માં બિયર અને ગાંજાની ડિમાંડ કરી હતી. આ સાંભળીને વરરાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે આ વાત તેના પરિવારના સભ્યોને કહી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ હવે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કરી રહી છે. દુલ્હન લુધિયાણાની રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બિયર સાથે ગાંજો પણ લેતા આવજો

આ મામલો સહારનપુરમાં જૂના શહેરની એક કોલોનીનો છે. વરરાજાએ તેના પરિવારને કહ્યું હતું કે, 'દુલ્હનની માંગ માત્ર બિયર સુધી સીમિત ન હતી.' દુલ્હને વધુમાં મને કહ્યું કે, 'બિયર લાવવાની સાથે તમે ગાંજો પણ લેતા આવજો.' આ પછી તેની ડિમાંડ વધતી જ ગઈ અને તેણે બકરીનું માંસ પણ લાવવાનું કહ્યું હતું.' આ બધું સાંભળીને પતિ આશ્ચર્યચકિત થઇ ગયો હતો.

મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

શરૂઆતમાં આ ઘટનાને લઈને પરિવારમાં વિવાદ થયો હતો. પરંતુ વરરાજાના પક્ષે જરા પણ વિલંબ કર્યા વિના સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી ગઈ ગયા હતા. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો તો પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પોલીસે લાંબા સમય સુધી બંને પક્ષોને સમજવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. માહિતી મળતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વ્યસન કરતી છોકરી સાથે હું નહી રહું- પતિ 

બંને પક્ષોએ પોલીસ સ્ટેશનમાં એકબીજા પર આક્ષેપો કર્યા હતા. દુલ્હન પક્ષે કહ્યું હતું કે, જો દુલ્હને ને તેના પતિ પાસેથી કોઈ માંગણી કરી હોય તો તે તેમની વચ્ચેનો મામલો છે. અને પરિવારના સભ્યોએ તેમાં દખલ કરવી ન જોઈએ. પતિએ કહ્યું કે, હું બીયર, ગાંજો અને માંસનું સેવન કરતી છોકરી સાથે રહેવા માંગતો નથી. 

દુલ્હન થર્ડ જેન્ડર  હોવાનો આરોપ

જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો તો પતિએ પણ દુલ્હન છોકરી નહિ પરંતુ થર્ડ જેન્ડર હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો આજુબાજુના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. જો કે, બંને પક્ષોમાંથી કોઈ પણ હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી. આ પછી બંને પક્ષો વચ્ચે પરસ્પર સંમતિથી ઘરે પરત ફર્યા હતા. અને સંબંધીઓને બોલાવીને મામલો થાળે પાડ્યો હએ... ગાંજો બિયર લાય...', સુહાગરાત પહેલાં દુલ્હને 'મુંહ દિખાઈ' માં કરી ડિમાંડ, વરનું મગજ ચકરાયું 2 - image



Google NewsGoogle News