મોદી-કેજરીવાલ આમને-સામને આવી જાય તો કેજરીવાલનું પેન્ટ ભીનું થઈ જાય, જુઓ કોણે આપ્યું વિવાદિત નિવેદન
Brijbhushan Sharan Singh controversial remarks : દિલ્હી વિધાનસભા ચૂંટણીના હાલના વલણો અનુસાર ભાજપ જીત તરફ આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટીની હાર નિશ્ચિત મનાઈ રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ગોંડાથી ભાજપના પૂર્વ સાંસદ અને WFI(Wrestling Federation Of India)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે.
શું કહ્યું બ્રિજભૂષણ શરણ સિંહે?
અરવિંદ કેજરીવાલને લઈને તેમણે કહ્યું હતું કે, 'જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ આમને-સામને આવી જાય તો કેજરીવાલનું પેન્ટ ભીનું થઈ જાય.' તેમના આ વિવાદિત નિવેદનથી રાજકીય વર્તુળોમાં તીખી પ્રતિક્રિયા સામે આવી રહી છે.
આ પણ વાંચો : દિલ્હીની હોટ સીટના પરિણામ: આતિશીએ AAPની લાજ બચાવી, દિલ્હીમાં AAP થઈ ગયું સાફ
27 વર્ષ બાદ ભાજપની દિલ્હીની સતા પર વાપસી
ભાજપ 27 વર્ષ બાદ દિલ્હીની સત્તા પર વાપસી કરી રહી છે. સન 1993માં ભાજપે દિલ્હીમાં પોતાની સરકાર બનાવી હતી. અરવિંદ કેજરીવાલ વર્ષ 2020માં ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ દારૂ કૌભાંડમાં જેલથી પરત આવ્યા બાદ તેમણે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ચાર વર્ષ અને સાત મહિના અને છ દિવસ સુધી મુખ્યમંત્રીના પદ પર રહ્યા હતા. તેમના રાજીનામાં બાદ આમ આદમી પાર્ટીએ આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપી હતી.