'બ્રજભૂષણ જાણતા હતા કે તે શું કરી રહ્યાં છે... તક મળતાં જ શોષણનો પ્રયાસ કરતાં', દિલ્હી પોલીસનો મોટો દાવો

દિલ્હી પોલીસે કહ્યું - જે પુરાવા રજૂ કરાયા છે તે બ્રજભૂષણ વિરુદ્ધ આરોપો નક્કી કરવા પર્યાપ્ત

તઝાકિસ્તાનમાં થયેલી ઈવેન્ટમાં બ્રજભૂષણ ફરિયાદીને રૂમમાં બોલાવી અને તેને બળજબરીપૂર્વક ગળે લગાવી હતી

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
'બ્રજભૂષણ જાણતા હતા કે તે શું કરી રહ્યાં છે... તક મળતાં જ શોષણનો પ્રયાસ કરતાં', દિલ્હી પોલીસનો મોટો દાવો 1 - image

મહિલા પહેલવાનો (women wrestlers) સાથે યૌન શોષણ મામલે (harassment case) આરોપી ભાજપ સાંસદ બ્રજભૂષણ શરણ સિંહ (brij bhushan sharan singh) વિરુદ્ધ આરોપો નક્કી કરવા અંગે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે કોર્ટે બ્રજભૂષણને તો હાજર થવાની છૂટ આપી હતી પણ સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે (Delhi police) કોર્ટ સમક્ષ જે દલીલો અને દાવા કર્યા તે સાંભળીને તમે પણ ચોંકી જશો. 

દિલ્હી પોલીસે કરી મોટી દલીલો 

દિલ્હી પોલીસે પોતાની દલીલમાં દાવો કર્યો હતો બ્રજભૂષણ એ વાતથી વાકેફ હતા કે તે શું કરી રહ્યા છે. બ્રજભૂષણને જ્યારે પણ તક મળતી ત્યારે મહિલા કુશ્તીબાજો સાથે દુષ્કર્મ કે તેમનું શોષણ કરવાનો પ્રયાસ કરતાં હતા. દિલ્હી પોલીસે કહ્યું કે સવાલ એ નથી કે પીડિત છોકરીએ કોઈ પ્રતિક્રિયા આપી છે કે નહીં,  પરંતુ સવાલ એ છે કે  મહિલા પહેલવાનો સાથે ખોટું કરાયું. જે પુરાવા રજૂ કરાયા છે તે બ્રજભૂષણ વિરુદ્ધ આરોપો નક્કી કરવા પર્યાપ્ત છે. 

પોલીસે ફરિયાદીઓનો કર્યો ઉલ્લેખ 

દિલ્હી પોલીસે આ મામલે સુનાવણી દરમિયાન ફરિયાદીઓની સાથે દિલ્હીમાં WFIના કાર્યાલયમાં બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ ફરિયાદો દિલ્હી ક્ષેત્રાધિકારમાં આવે છે. એક મહિલા પહેલવાન કહે છે કે તઝાકિસ્તાનમાં થયેલી ઈવેન્ટમાં બ્રજભૂષણે ફરિયાદીને રૂમમાં બોલાવી અને તેને બળજબરીપૂર્વક ગળે લગાવી હતી. જ્યારે ફરિયાદીએ તેનો વિરોધ કર્યો તો બ્રજભૂષણે કહ્યું કે પિતાની જેમ કર્યું હતું, તેનાથી સ્પષ્ટ છે કે બ્રજભૂષણ જાણતાં હતા કે તે શું કરી રહ્યા છે. બીજી એક ફરિયાદીએ પણ કહ્યું કે બ્રજભૂષણે તેની પરવાનગી વિના જ તેનું શર્ટ ઊંચું કરી તેને અડપલાં કર્યા હતા. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

      



Google NewsGoogle News