Get The App

બિહારમાં થઇ અદ્ભભૂત કલાકારી: ના રોડ ..ના નદી..ખેતરમાં બનાવી દીધો પુલ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
બિહારમાં થઇ અદ્ભભૂત કલાકારી: ના રોડ ..ના નદી..ખેતરમાં બનાવી દીધો પુલ 1 - image


Bihar Bridge: બિહાર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય છે જે પોતાની આગવી ઓળખ માટે જાણીતું છે. જો કે અહીં ઘણી વિશેષતાઓ છે, પરંતુ અહીંના લોકો એવા કામ કરે છે જે આખી દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવે છે. અત્યારે વરસાદની મોસમ છે અને બિહારમાં પુલ ધરાશાયી થવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. ત્યારે અહીં કંઇક એવુ બન્યુ છે કે જાણીને તમે ચોંકી જશો. 

આખો મામલો સમજો

બિહારના અરરિયા (Araria) જિલ્લામાં પુલ તૂટી પડવાની ચર્ચા વચ્ચે એક અનોખા પુલના નિર્માણની નવી કહાની સામે આવી છે. રાણીગંજ બ્લોકના પરમાનંદપુર ગામમાં સુકાઈ ગયેલી નદી પર પુલ અને લગભગ ત્રણ કિલોમીટરના રસ્તા માટે એક પુલ બનાવવામાં આવ્યો છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ પુલ નદીની ઉપર નહીં પરંતુ ખેતરની વચ્ચે બનાવવામાં આવ્યો હતો. આ પુલના નિર્માણને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેનો ગ્રામજનો ભારે વિરોધ કરી રહ્યા છે.

જ્યારથી લોકોને આ બ્રિજ વિશે માહિતી મળી છે ત્યારથી લોકો આઘાતમાં અને સ્તબ્ધ થઈ ગયા છે. ગ્રામજનોનું કહેવું છે કે, આ પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. આ પુલ નદીને બદલે ખાનગી જમીન પર બનાવવામાં આવ્યો હતો.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ પુલ કેટલાક વચેટિયાઓની મિલીભગતથી બનાવવામાં આવ્યો છે અને તેને રોડ સાથે જોડવામાં આવ્યો નથી કે, એપ્રોચ પણ બનાવવામાં આવ્યો નથી.

ડીએમએ કાર્યવાહી કરી

આ મામલે કાર્યવાહી કરતા અરરિયાના ડીએમએ તપાસના આદેશ આપ્યા છે. ડીએમએ કહ્યું છે કે, રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે અને આ મામલામાં જે પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News