મોરબીમાં બ્રિજ તૂટ્યો, રામ મંદિરમાં પાણી લીકેજ...: એરપોર્ટ દુર્ઘટના બાદ ખડગેએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
Image: Facebook
Mallikarjun Kharge Targets Modi Government: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વરસાદ બાદ દિલ્હી એરપોર્ટની છત પડવાના મામલે ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉઠાવતાં એક પોસ્ટ કરી.
મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારી મોદી સરકારના છેલ્લા 10 વર્ષમાં નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થવા પાછળ જવાબદાર છે. દિલ્હી એરપોર્ટની છત પડવી, જબલપુર એરપોર્ટની છત પડવી, અયોધ્યાના નવા માર્ગોની ખરાબ હાલત, રામ મંદિરમાં પાણી ટપકવું, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડમાં તિરાડ, 2023 અને 2024માં બિહારમાં 13 નવા પુલ પડવાના છે. પ્રગતિ મેદાન ટનલનું વારંવાર ડૂબવું, ગુજરાતમાં મોરબી પુલ દુર્ઘટના. આ બધા એવા ઉદાહરણ છે જે મોદીજી અને ભાજપની તરફથી વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના મોટા-મોટા દાવાની પોલ ખોલે છે.
ખોટી વાહવાહી માટે સરકારને ઘેરી
મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું, 10 માર્ચે જ્યારે મોદીજીએ દિલ્હી એરપોર્ટ ટી1નું ઉદ્ઘાટન કર્યું, તો તેમણે પોતાને બીજી માટીના માણસ કહ્યાં હતાં. આ તમામ ખોટી વાહવાહી અને નિવેદનબાજી માત્ર ચૂંટણી પહેલા રીબીન કાપવાની રસ્મો પૂરી કરવા માટે હતી. દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના પીડિતો પ્રત્યે અમારી હાર્દિક સંવેદનાઓ.