બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથી: જાણો તેમના વિશે રોચક તથ્યો
અમદાવાદ,તા. 6 ડિસેમ્બર 2022, મંગળવાર
દેશના બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરની આજે 67મી પુણ્યતિથિ છે. બાબાસાહેબને ભારતીય બંધારણના આધારસ્તંભ માનવામાં આવે છે. 14 એપ્રિલ 1891ના રોજ જન્મેલા આંબેડકરે જીવનભર દલિતોના ઉત્થાન માટે સંઘર્ષ કર્યો અને તેમના માટે લડ્યા હતા.
ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ પર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મંત્રીઓ અને મહાનુભાવોએ સંસદમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકર આ નામને આજે કોણ નથી ઓળખતુ? એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે.
શિક્ષણ માટેના વ્યક્તિગત સંઘર્ષથી માંડીને દલિતોના ઉત્થાન અને સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર સુધીની ડૉ. બાબાસાહેબ આંબેડકરની યાત્રા ખૂબ કઠિન હતી.
તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામા આવ્યા હતા.
-એક મહાન બૌદ્ધ સાધુ મહંત વીર ચંદ્રમણિએ બાબાસાહેબને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી અને તેમને "આ યુગના આધુનિક બુદ્ધ" કહ્યા હતા.
-નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. અમર્ત્ય સેન ડૉ. બી. આર. આંબેડકરને અર્થશાસ્ત્રમાં તેમના પિતા માનતા હતા.
-બાબાસાહેબની અંગત પુસ્તકાલય ‘રાજગીર’માં 50,000થી વધુ પુસ્તકો હતા અને તે વિશ્વની સૌથી મોટી ખાનગી પુસ્તકાલય હતી.
"ધ મેકર્સ ઓફ ધ યુનિવર્સ" નામના વૈશ્વિક સર્વેના આધારે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા છેલ્લા 10 હજાર વર્ષના ટોચના 100 માનવતાવાદી લોકોની યાદી બનાવવામાં આવી હતી, જેમાં ચોથું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું હતું.
પરંતૂ...
બાબાસાહેબ આંબેડકર વિવિધ રોગથી પીડાતા હતા. તેમને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ન્યૂરાઈટિસ, સાંધાના દુખાવાથી પીડિત હતા.
6 ડિસેમ્બર, 1956 ભારતના દલિત લોકો માટે, આ સવાર સૂર્યોદય સાથે નહીં, પરંતુ સૂર્યાસ્ત સાથે શરૂ થઈ હતી તેમ કહી શકાય તેનુ કારણ હતુ... શોષિત અને વંચિતોના આધાર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું એ દિવસે નિધન થયું હતું.