Get The App

એક મંડપમાં પ્રેમીએ 2 પ્રેમિકાઓ સાથે લીધા સાત ફેરા, ગામલોકોએ વરસાવ્યા ફૂલ

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
એક મંડપમાં પ્રેમીએ 2 પ્રેમિકાઓ સાથે લીધા સાત ફેરા, ગામલોકોએ વરસાવ્યા ફૂલ 1 - image


Image Source: Freepik

- નરેશે ગુજરાતમાં મજૂરી કામ કરીને પૈસા એકઠા કર્યા અને પછી સામાજિક રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા

બાંસવાડા, તા. 03 ડિસેમ્બર 2023, રવિવાર

રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાંસવાડા જિલ્લાના આનંદપુરી વિસ્તારમાં એક લગ્ન થયા જેમાં તમામ ગ્રામજનોએ ભાગી લીધો. આનંદપુરી વિસ્તારના અંબાડારા ગામમાં એક વ્યક્તિએ પોતાની બે પ્રેમિકાઓ સાથે સાત ફેરા લીધા. આ લગ્ન તમામ રીતિ-રિવાજો સાથે સંપન્ન થયા. 

લગ્નમાં આવેલા  ગામ લોકોએ દુલ્હા પર ફૂલ વરસાવ્યા અને આશીર્વાદ આપ્યા. અંબાડારા નિવાસી નરેશ પારગીએ ગુરૂવારે મોડી રાત્રે રેખા અને અનિતા સાથે લગ્ન કર્યા હતા. બંને મહિલાઓ સાથે નરેશે એક સાથે સાત ફેરા લીધા. બંનેની મુલાકાતની સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે.

નરેશ અને રેખાની મુલાકાત 2013માં થઈ હતી. બંનેએ જ્યારે એક-બીજાને પહેલી વાર જોયા ત્યારથી જ તેઓ એક-બીજાને પસંદ કરવા લાગ્યા. ત્યારબાદ નરેશ રેખાને લગ્ન કર્યા વિના જ પોતાના ઘરે લઈ આવે છે અને સાથે રહેવા લાગે છે. નરેશની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેણે તે સમયે લગ્ન કર્યા. 

બીજી તરફ નરેશને 2018માં અનિતા નામની મહિલા સાથે પ્રેમ થઈ ગયો. તે તેને પણ પોતાના ઘરે લઈ આવ્યો પરંતુ લગ્ન કર્યા. આમ તે બંને મહિલાઓની સાથે રહેતો હતો પરંતુ તેણે લગ્ન કર્યા. ધીમે-ધીમે તેની આર્થિક સ્થિતિમાં સુધારો થયો તો તેણે લગ્ન કરવાનું મન બનાવ્યું. ત્યારબાદ તેણે ગુરૂવારે બંને મહિલાઓ સાથે સામાજિક રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા. 

તેમના લગ્ન ખૂબ જ ધૂમ-ધામથી કરવામાં આવ્યા. આ લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો પહોંચ્યા હતા. નરેશની પહેલી પત્ની રેખાએ જણાવ્યું કે, તે તેની સાથે ઘરે રહેતી હતી. તેમના પરિવારે પણ તેને સ્વીકારી લીધી હતી. રેખાને એક પુત્રી પણ છે જે હવે 6 વર્ષની છે. 2 મહિના પહેલા પુત્રનો જન્મ પણ થયો હતો.

નરેશે ગુજરાતમાં મજૂરી કામ કરીને પૈસા એકઠા કર્યા અને પછી સામાજિક રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. ગુરુવારે સવારે નાતરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે લગભગ 11:00 વાગ્યે સામાજિક રિવાજ મુજબ બંને દુલ્હનોને વરમાળા પહેરાવીને નરેશે સાત ફેરા લાધા.


Google NewsGoogle News