કેજરીવાલે એવી માંગ કરી કે ભાજપ પણ વિરોધ નહીં કરી શકે, નિષ્ણાતોએ કહ્યું ચિંતાજનક

કેજરીવાલે કેટલીક પ્રોડક્ટો ભારતમાં જ બનવવા માટે ભારતીય ઉદ્યોગકારોને પર્યાપ્ત સુવિધા પુરી પાડવા માંગ કરી

ગત દિવસોમાં તેમણે કેન્દ્ર સરકારને ભારતીય ચલણ પર ગણેશ-લક્ષ્મીની તસવીરો અંકિત કરવાની માંગ કરી હતી

Updated: Dec 19th, 2022


Google NewsGoogle News
કેજરીવાલે એવી માંગ કરી કે ભાજપ પણ વિરોધ નહીં કરી શકે, નિષ્ણાતોએ કહ્યું ચિંતાજનક 1 - image
Image Source by - Arvind Kejriwal Twitter

નવી દિલ્હી, તા.19 ડિસેમ્બર-2022, સોમવાર

રાજકારણના ચતુર ખેલાડી બની ચુકેલા અરવિંદ કેજરીવાલ ઘણીવાર એવી માંગો કરે છે, જે કેન્દ્ર સરકાર માટે પણ પૂર્ણ કરવી અસંભવ છે. જોકે આ માંગોના કારણે કેજરીવાલ ચર્ચાના કેન્દ્રમાં આવી જાય છે. ગત દિવસોમાં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારને ભારતીય ચલણ પર ગણેશ-લક્ષ્મીની તસવીરો અંકિત કરવાની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, આમ કરવાથી દેશની અર્થવ્યવસ્થા વધુ સારી બનશે. કેજરીવાલની આ માંગને હિન્દુ કાર્ડ તરીકે જોવામાં આવી હતી. જોકે આ મુદ્દે અર્થવ્યવસ્થાના નિષ્ણાંતોએ કેજરીવાલના આ નિવેદનને વાહિયાત ગણાવી હતી.

કેજરીવાલે ફરી એકવાર એવી ગુગલી ફેંકી

તો કેજરીવાલે ફરી એકવાર એવી ગુગલી ફેંકી છે કે, જેનો વિરોધ ભાજપ અથવા RSSથી જોડાયેલો લોકો પણ નહીં કરી શકશે. કેજરીવાલે કહ્યું કે, એક તરફ ચીન આપણા દેશની સરહદો પર ઘર્ષણ કરી રહ્યું છે, ત્યારે ચીન પર પ્રતિબંધ લગાવવાના બદલે કેન્દ્ર સરકાર તેને ઈનામ આપવાનું કામ કરી રહી છે. ભારત ચીનમાંથી દર વર્ષે હજારો કરોડો રૂપિયાનો સામાન આયાત કરે છે. આ પ્રોડક્ટોમાં રમકડાં, વીજળીના સામાનની સાથે સાથે ચશ્મા જેવી નાની-નાની પ્રોડક્ટો છે, જેને આપણા દેશમાં પણ બનાવી શકાય છે.

ભારતીય ઉદ્યોગકારોને પર્યાપ્ત સુવિધા પૂરી પાડવા માંગ

તેમણે કહ્યું કે, જો ભારતીય ઉદ્યોગકારોને પર્યાપ્ત સુવિધાઓ પૂરી પાડવામાં આવે, તો ભારતે આવી પ્રોડક્ટો ચીનમાંથી આયાત કરવી નહીં પડે અને ચીન સહિત વિદેશોમાં આવી પ્રોડક્ટોની નિકાસ પણ કરવા લાગશે. તેમણે લોકોને અપીલ કરી છે કે, ચાઈનિઝ પ્રોડક્ટ ન ખરીદો, ભારતીય પ્રોડક્ટ બે ઘણી કિંમતની હોવા છતાં લોકો સ્વદેશી પ્રોડક્ટ જ ખરીદે. આના કારણે આપણા દેશની અર્થવ્યવસ્થા મજબુત થશે. કેજરીવાલની આ માંગતો કદાચ જ કોઈ વિરોધ કરી શકે.

ભારત ચીની પ્રોડક્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની સ્થિતિમાં નહીં

જોકે અર્થવ્યવસ્થાના નિષ્ણાંતોનું માનવું છે કે, હાલ ભારત ચીનની પ્રોડક્ટોનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની સ્થિતિમાં નથી. આર્થિક બાબતોના નિષ્ણાત ડૉ.નાગેન્દ્રકુમાર શર્માએ અગ્રણી મીડિયા જૂથને માહિતી આપતા કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે ચીનમાંથી દર વર્ષે હજારો કરોડ રૂપિયાના બિન-જરૂરી સામાનની આયાત કરાય છે. બિન-જરૂરી એટલા માટે કે આવી પ્રોડક્ટનું ઉત્પાદન ભારતમાં સ્થાનિક ઉત્પાદકો અને કારીગરો દ્વારા કરી શકાય છે, જેમ કે મૂર્તિઓ, સુશોભિત કાગળ, મીણબત્તીઓ, રમકડાં, ઈલેક્ટ્રીક લાઈટો, રંગો, ઈલેક્ટ્રોનિક સાધનો, મોબાઈલ-લેપટોપ-ટીવીના ભાગો, વાહન-મશીનના ભાગો, પ્લાસ્ટિકની બનેલી ઘરવપરાશની વસ્તુઓ વગેરે.

જો કે, નિષ્ણાતો માને છે કે ઉત્પાદકોને વધુ સારી ટેકનોલોજી પુરી પાડી ચાઈનીઝ પ્રોડક્ટનો સામનો કરી શકાય છે. ભારત રમતગમત, સૌર ઉર્જા ઉપકરણો અને મોબાઈલ ફોન ઉત્પાદનમાં આ નીતિ હેઠળ આગળ વધી રહ્યું છે.


Google NewsGoogle News