બોકસરે કોંગ્રેસ સમર્થન કરતું ટવીટ કર્યુ, પછી અચાનક જ પકડી લીધી ભાજપની વાટ

મથુરામાં હેમામાલિની સામે કોંગ્રેસના ઉમેદવાર બનશે તેવી અટકળો થતી હતી

કોંગ્રેસનું સમર્થન અને બીજેપીની આકરી ટીકા કરતા હતા.

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
બોકસરે કોંગ્રેસ સમર્થન કરતું ટવીટ કર્યુ, પછી અચાનક જ પકડી લીધી ભાજપની વાટ 1 - image


નવી દિલ્હી,૩ એપ્રિલ,૨૦૨૪,બુધવાર 

ગત ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં સાઉથ દિલ્હી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી લડેલા ઓલમ્પિક ચંદ્રક વિજેતા બોકસર વિજેન્દ્રસિંહ ભાજપની વાટ પકડી છે. વિજેન્દરસિંહ વિશે એવું માનવામાં આવતું હતું કે તે મથુરામાં ભાજપના મજબૂત ઉમેદવાર હેમામાલિની સામે કોંગ્રેસ ચુંટણી લડાવશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર નવાઇની વાત તો એ છે કે બોકસરે એક દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટી અને રાહુલગાંધીનું સમર્થન કરતું એકસ પોસ્ટસને રિએકસ કરી હતી. આ પોસ્ટ રાહુલ ગાંધીની વીડિયો પોસ્ટ હતી જેમાં નરેન્દ્દ મોદીને ટ્રોલ કરતી હતી. રાહુલ ગાંધીએ વીડિયો પોસ્ટ અંગે લખ્યું હતું કે આજ એક યુવાએ મને વીડિયો મોકલ્યો છે. 

હવે ભ્રમ અને ભયની જાળ તોડીને સચ્ચાઇ સામે આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વિજેન્દ્રસિંહ સોશિયલ મીડિયામાં એકટિવ રહયા છે. જેમાં કોંગ્રેસનું સમર્થન અને બીજેપીની આકરી ટીકા કરતા હતા. આવા સમયે અચાનક જ ભાજપ પ્રવેશનો નિર્ણય કોંગ્રેસને પણ અકળાવી રહયો છે.  બોકસર ભાજપના પ્રવેશના અવસરે જણાવ્યું હતું કે દેશ વિદેશમાં ભારતીય ખેલાડીઓનું માન વધ્યું છે. હું સરકારમાં રહીને ખેલાડીઓ માટે વધુને વધુ કામ કરવા ઇચ્છીશું. 


Google NewsGoogle News