Get The App

‘ચા વાળાની અનોખી ચાહત’: લોનથી લીધેલા 75 હજારના મોપેડના સ્વાગત પાછળ રૂ. 60000નો ખર્ચ કર્યો

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
Bhopal News


Tea Seller Celebrates New Bike: જીવનમાં આવતી દરેક નાની ખુશીઓને ઉજવણીમાં ફેરવનારો આ ચા વાળો ચર્ચાનો વિષય બન્યો છે. મધ્યપ્રદેશના શિવપુરીમાં રહેતા મુરારીએ રૂ. 75000ના મોપેડના સ્વાગત પાછળ રૂ. 60000નો ખર્ચ કરતાં લોકોને આશ્ચર્યમાં મુક્યા છે. મજાની વાત એ છે કે, શિવપુરીમાં સાયકલ પર ફેરી કરીને ચા વેચતો ‘મુરારી ચાય વાલા’એ મોપેડ લોન પર ખરીદ્યું છે, જ્યારે તેના સ્વાગત માટે ડીજે, ઢોલ, ક્રેન મગાવવા પાછળ રોકડા રૂ. 60 હજારનો ખર્ચ કર્યો છે.

અગાઉ પણ આવી ઉજવણી કરી હતી

મુરારીએ મોપેડના સ્વાગતની ઉજવણી પાછળનું કારણ પરિવારની ખુશી દર્શાવી છે. તેણે પોતાના બાળકો માટે આ ઉજવણી કાર્યક્રમ યોજ્યો હતો. અગાઉ ત્રણ વર્ષ પહેલાં પણ તેણે પોતાની દિકરી માટે ઈએમઆઈ પર રૂ. 12500નો સ્માર્ટફોન ખરીદ્યો હતો અને તેને ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે ઘરે લાવવા રૂ. 25000નો ખર્ચ કર્યો હતો.

આ પણ વાંચોઃ આજ રાતથી મુંબઈ સાથે જોડાયેલા 5 રોડ ટોલ ફ્રી થઈ જશે' શિંદે સરકારનો વધુ એક મોટો નિર્ણય

પોલીસે રંગમાં ભંગ પાડ્યો

રૂ. 20000નું ડાઉન પેમેન્ટ ચૂકવી મોપેડ ખરીદ્યા બાદ મુરારીએ રસ્તા પર ડીજે, ઢોલ વગાડી ઉજવણી કરી હતી, અને ક્રેન મગાવી મોપેડને હવામાં લટકાવ્યું હતું. જો કે, મુરારીએ આ શોભાયાત્રા માટે મંજૂરી લીધી ન હોવાથી સ્થાનિક પોલીસે તેની ઉજવણીના રંગમાં ભંગ પાડી ડીજે સિસ્ટમ અને મોપેડ જપ્ત કર્યું હતું.

‘ચા વાળાની અનોખી ચાહત’:  લોનથી લીધેલા 75 હજારના મોપેડના સ્વાગત પાછળ રૂ. 60000નો ખર્ચ કર્યો 2 - image


Google NewsGoogle News