Get The App

UPમાં યોગીને બંને ઉપમુખ્યમંત્રીઓએ આપ્યો પડકાર? 10 દિવસથી કરી રહ્યા છે શક્તિપ્રદર્શન

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
UPમાં યોગીને બંને ઉપમુખ્યમંત્રીઓએ આપ્યો પડકાર? 10 દિવસથી કરી રહ્યા છે શક્તિપ્રદર્શન 1 - image


Image: Facebook

UP Politics: 14 જુલાઈએ લખનૌમાં ભાજપની કાર્યસમિતિની બેઠક બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય હલચલ ખૂબ વધી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે ખુલ્લો પડકાર આપી દીધો છે. તેને બળવો કહેવો યોગ્ય નથી કેમ કે આ લોકો પાર્ટીથી બળવો કરી રહ્યાં નથી અને મુખ્યમંત્રી વિરુદ્ધ નિવેદનબાજી પણ કરી રહ્યાં નથી. માત્ર મુખ્યમંત્રીને પોતાની શક્તિનો અહેસાસ કરાવી રહ્યાં છીએ. કેશવ પ્રસાદ મૌર્ય 10 દિવસમાં લગભગ 43 ધારાસભ્ય, બે એમએલસી અને લગભગ 10 મંત્રીઓની સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યા છે. આ ખુલ્લો પડકાર નહીં તો બીજું શું હોઈ શકે?

લોકસભા ચૂંટણી હાર્યા બાદથી જ ઉત્તર પ્રદેશ ભાજપમાં બધું જ ઠીક ચાલી રહ્યું ન હતું. ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ્યારે યોગી આદિત્યનાથે પોતાની પહેલી કેબિનેટ બેઠક બોલાવી ત્યારે બંને ડેપ્યુટી સીએમ ગાયબ રહ્યાં. ભાજપ કાર્યસમિતિની બેઠકમાં તો મૌર્યએ રણશિંગૂ જ ફૂંકી દીધું. મામલો દિલ્હી સુધી પહોંચ્યો. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પીએમ નરેન્દ્ર મોદીના દરબાર સુધી વાત પહોંચી પરંતુ પ્રદેશના બંને ડેપ્યુટી સીએમના વર્તનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. દિલ્હીની દખલગિરી બાદ પણ બંને ડેપ્યુટી સીએમ કોઈ તક એવી છોડી રહ્યાં નથી જેનાથી યોગી આદિત્યનાથના સન્માનને ઠેસ ન પહોંચે. 

10 દિવસમાં લગભગ 43 ધારાસભ્ય અને 10 મંત્રી કેશવ પ્રસાદ મૌર્યના કાર્યાલયે પહોંચ્યા

કેશવ પ્રસાદ મૌર્યના કેમ્પ કાર્યાલયમાં 14 તારીખ બાદ અત્યાર સુધી લગભગ 43 ધારાસભ્ય, બે એમએલસી અને 10 મંત્રી મળવા આવી ચૂક્યા છે. તેમાંથી 3 તો કેન્દ્રીય મંત્રી છે. આ સિવાય તેમને મળનારમાં ઘણા ડઝન પ્રદેશના સાંસદ, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય પણ છે. પ્રદેશ સ્તર અને જિલ્લા સ્તરના સંગઠનના લોકો પણ તેમને સતત મળી રહ્યાં છે. સૌથી મોટી વાત એ છે કે આ કામ ચૂપચાપ થઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં જ્યારે બે કદાવર લોકોમાં પાવર સ્ટ્રગલ ચાલી રહી હોય છે તો ધારાસભ્ય અને મંત્રી કોઈ પણ જૂથની સાથે જતાં નથી. કેશવ પ્રસાદ મૌર્યના કેમ્પ કાર્યાલયમાં દરરોજ ફોટો સેશન ચાલી રહ્યું છે.

અર્થ સીધો છે કે મૌર્ય એ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે કે તેમની સાથે પાર્ટીના કેટલા લોકો છે. તેમનું આ શક્તિ પ્રદર્શન કેન્દ્ર માટે છે, યોગી આદિત્યનાથ માટે કે બંને માટે છે આ વધુ સારી રીતે તે જ જણાવી શકે છે. નીચે તે ધારાસભ્યોના નામ આપવામાં આવ્યા છે જેમની સાથે કેશવ પ્રસાદ મૌર્યએ પોતાનો ફોટો પોતાના એક્સ હેન્ડલ પર મૂક્યો છે. કોઈ જરૂરી નથી કે આ ધારાસભ્ય કેશવ પ્રસાદ મૌર્યની સાથે હોય એ પણ શક્ય છે કે આ ધારાસભ્યો તક આવવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે જતાં રહે. એ પણ થઈ શકે છે કે જે રીતે આ લોકો કેશવ પ્રસાદ મૌર્યને મળવા તેમના કેમ્પ કાર્યાલય ગયા છે, સીએમ યોગીને મળવા તેમની ઓફિસમાં પણ ગયા હોય. આ રાજકીય ચિહ્નોની રમત છે. કેશવ પ્રસાદ આ જ કરી રહ્યાં છે. તેમને કેટલી સફળતા મળે છે તે જોવાનું રહેશે.

ધારાસભ્યો

1. મહેશ ચંદ્ર ગુપ્તા

2. અજય સિંહ

3. અનિલ કુમાર મૌર્ય

4. કૃષ્ણા પાસવાન

5. આકાશ સક્સેના

6. રાજીવ તારા

7. સુરેશ પાસી

8. મહેન્દ્ર સિંહ ખડગવંશી

9. મનીષ રાવત

10. આશુતોષ મોર્ય

11. સુરેન્દ્ર ચૌધરી

12. ઉમેશ દ્વિવેદી

13. ગૌરી શંકર વર્મા

14. ભગવાન સિંહ કુશવાહા

15. દેવેન્દ્ર પ્રતાપ સિંહ

16. કૈલાશ સિંહ રાજપૂત

17. પવન સિંહ ચૌહાણ

18. રામચંદ્ર યાદવ

19. અશોક કુમાર

20. ડીસી વર્મા

21. પી એન પાઠક

22. સુશીલ કુમાર શાક્ય

23. અમિત સિંહ ચૌહાણ

24. મૂલચંદ્ર નિરંજન

25. લક્ષ્મી રાજ સિંહ

26. સુરેન્દ્ર ચોરસિયા

27. શલભ મણિ ત્રિપાઠી

28. સભા કુંવર કુશવાહા

29. દીપક કુમાર મિશ્રા

30. અશ્વની ત્યાગી

31. પૂનમ શંખવાર

32. લાલજી પ્રસાદ નિર્મલ

33. વિકાસ ગુપ્તા

34. સુભાષ ત્રિપાઠી

35. પિયૂષ રંજન નિષાદ

36. સીતારામ વર્મા

37. રામકૃષ્ણ ભાર્ગવ

38. અજય સિંહ

39. ઓમમણી વર્મા

40. સુરેન્દ્ર કુશવાહા

41. ગણેશ સિંહ ચૌહાણ

42. મુકેશ ચૌધરી

43. સુરેન્દ્ર મૈથાની

44. બહોરન લાલ મૌર્ય (વિધાન પરિષદ સભ્ય)

45. હંસરાજ વિશ્વકર્મા (વિધાન પરિષદ સભ્ય)

મંત્રીઓ

1. કેબિનેટ મંત્રી ડો. સંજય નિષાદ

2. રાજ્ય મંત્રી નરેન્દ્ર કશ્યપ

3. કેબિનેટ મંત્રી દારા સિંહ ચૌહાણ

4. કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભર

5. સૂર્ય પ્રતાપ શાહી

6. રાજ્ય મંત્રી વિજયલક્ષ્મી ગૌતમ

7. મનોહર લાલ 'મન્નૂ કોરી'

8. રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) નરેન્દ્ર કુમાર કશ્યપ

9. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી (કેન્દ્રીય મંત્રી) 

10. કેન્દ્રીય રાજ્ય મંત્રી કમલેશ પાસવાન (કેન્દ્રીય મંત્રી)

પ્રદેશમાં થઈ રહેલા કાર્યો માટે યોગી આદિત્યનાથને કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક ટેગ કરતાં નથી

કેશવ પ્રસાદ મૌર્ય એક્સ પર ઉત્તર પ્રદેશ શાસન સંબંધિત કાર્યો, વિકાસ કાર્યો વગેરેની તસવીર અને જાણકારી શેર કરે છે તો ઉત્તર પ્રદેશ સરકાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ટેગ કરતાં નથી. આ મામલે પ્રદેશના બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક બંને એક ચાલ રમી રહ્યાં છે. પોતાના મંત્રીમંડળ સંબંધિત એક્શન માટે પણ આ બંને પીએમ મોદી, ભાજપ, વગેરેને તો ટેગ કરે છે પરંતુ સીએમ યોગી આદિત્યનાથ કે યુપી ગવર્નમેન્ટને સંપૂર્ણ રીતે અવગણે છે. આ સાથે જ બંને ડેપ્યુટી સીએમ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડાની ટ્વીટને સતત રિટ્વીટ કરે છે પરંતુ યોગી આદિત્યનાથની ટ્વીટને રિટ્વીટ કરતાં નથી. ભલે તે ઉત્તર પ્રદેશ શાસન સંબંધિત હોય કે અન્ય કોઈ વિષયની હોય.

બીજા ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક પણ કેશવ પ્રસાદ મૌર્યની જેમ પોતાની કોઈ પણ ટ્વીટમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેગ કરતાં નથી. તેનાથી સ્પષ્ટ થાય છે કે સીએમ યોગી આદિત્યનાથની સાથે બંને ડેપ્યુટી સીએમના સંબંધ મધુર નથી.


Google NewsGoogle News