રેપર બાદશાહના ક્લબની બહાર ફેંકાયા બોમ્બ, વડાપ્રધાનના પ્રવાસ પહેલા ચંદીગઢમાં બે જગ્યાએ બ્લાસ્ટ
Image: Facebook
Bomb Blast in Chandigarh: ચંદીગઢમાં મંગળવારે સવારે બે નાઈટ ક્લબની બહાર બ્લાસ્ટ થવાથી સનસની ફેલાઈ ગઈ. ચંદીગઢના સેક્ટર 26 માં સેવિલે બાર એન્ડ લાઉન્જ અને ડિઓરા ક્લબની બહાર બાઈક સવાર બે નકાબધારીએ બોમ્બ ફેંક્યા અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. સેવિલે બાર એન્ડ લાઉન્જ ક્લબમાં ફેમસ રેપર બાદશાહની ભાગીદારી છે. બ્લાસ્ટના કારણે ક્લબની બહાર લાગેલા કાચ તૂટી ગયા. પોલીસ તપાસમાં જાણ થઈ કે ક્લબોની બહાર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા જેની તીવ્રતા ઓછી હતી, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી સેમ્પલ લીધા છે.
રાજધાની ચંદીગઢમાં આ દુર્ઘટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા થઈ જેથી સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલ ઊભા થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 3 ડિસેમ્બરે ચંદીગઢ જઈ રહ્યાં છે. ચંદીગઢના જે વિસ્તારમાં બ્લાસ્ટ થયા, તે પોશ એરિયા છે.
ઘટનાના સમયે બંધ હતાં ક્લબ
ડીએસપી જણાવ્યું કે 'સવારે 3.25 વાગે અમે કંટ્રોલ રૂમ પર માહિતી આપી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ત્યાં ક્લબના કાચ તૂટેલા હતાં. નિવેદન નોંધ્યા બાદ પોલીસે મામલો નોંધી લીધો છે. નકાબધારી આરોપી સેક્ટર-26 સ્ટેશનની આગળથી આવ્યા હતા. આરોપીઓએ સ્લિપ રોડ પર બાઈક ઊભી રાખી. પહેલા તેમણે સેવિલે બાર એન્ડ લાઉન્જની બહાર દેશી બોમ્બ ફેંક્યો. તે બાદ તે ડિઓરા ક્લબની બહાર બોમ્બ ફેંકવા પહોંચ્યા. આ બંને ક્લબોની વચ્ચે લગભગ 30 મીટરનું અંતર છે.
ચંદીગઢમાં ક્લબોની બહાર જે સમયે બ્લાસ્ટ થયા, તે સમયે ક્લબ બંધ હતાં. આ કારણે જાનહાનિ થઈ નથી. ઘટના સ્થળ પર માત્ર સિક્યોરિટી ગાર્ડ હતા, જેમણે પોલીસને માહિતી આપી હતી. ગાર્ડ પૂર્ણ સિંહે જણાવ્યું કે આરોપી બાઈક પર આવ્યા હતા. એક યુવક બાઈક સ્ટાર્ટ કરીને ઊભો હતો, બીજા યુવકે વિસ્ફોટક ફેંક્યો. બંનેના મોઢા કપડાથી ઢાકેલા હતા.
આ પણ વાંચો: કોંગ્રેસની મોટી જાહેરાત: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા માટે દેશભરમાં ચલાવાશે અભિયાન
પોલીસને ખંડણીની શંકા
પોલીસ આ ઘટનાની ખંડણીના એન્ગલથી પણ તપાસ કરી રહી છે. ચંદીગઢના ઘણા ક્લબ સંચાલકોથી ગેંગસ્ટર વસૂલી કરી ચૂક્યો છે અને ઘણાને ધમકી પણ મળી ચૂકી છે. દરમિયાન ઘટનાની પાછળ વસૂલીનો હેતુ હોઈ શકે છે. પોલીસ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
2 મહિના પહેલા રિટાયર્ડ પ્રિન્સિપાલની કોઠી પર થયો હતો ગ્રેનેડ એટેક
2 મહિના પહેલા ચંદીગઢના સેક્ટર-10ના પોશ એરિયામાં રિટાયર્ડ પ્રિન્સિપાલની કોઠી પર ગ્રેનેડ એટેક થયો હતો. આનાથી ઘરમાં 7 થી 8 ઈંચનો ખાડો પડી ગયો હતો. બારીઓના કાચ તૂટી ગયા હતા. ત્રણ હુમલાખોર ઓટોથી આવ્યા હતા અને ઘટના બાદ તે ઓટોથી ભાગી ગયા હતા. હુમલાખોર અહીં ભાડા પર રહેતા હતાં. પંજાબ પોલીસના રિટાયર્ડ એસપીને મારવાના ઈરાદાથી આવ્યા હતા.