માતાની હત્યા કરીને દીકરો અંગો ખાઈ ગયો, હાઈકોર્ટે કહ્યું- 'આ નરભક્ષી કેસ, મળી મોતની સજા'
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે પોતાની માતાની હત્યા કરી તેના અંગ ખાવા મામલે ગુનેગારને આપવામાં આવેલી મોતની સજા યથાવત્ રાખતાં કહ્યુ છે કે, આ નરભક્ષણનો કેસ છે, સુનીલ કુચકોરવીને કોલ્હાપુરની જિલ્લા કોર્ટે 2017માં માતાની ક્રૂર હત્યા કરી તેના અંગોને કથિત રીતે ખાવા મામલે દોષિત ઠેરવતાં મોતની સજા ફટકારી હતી.
અત્યંત દુર્લભ કેસ
ગુનેગારે કોલ્હાપુર જિલ્લા કોર્ટના આદેશને પડકારતાં બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જ્યાં જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચ્વહાણની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે, આ કેસ અત્યંત દુર્લભ છે. જેમાં દોષિતમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. તેથી તેને મોતથી ઓછી સજા મળી શકે નહીં.
શું હતી ઘટના?
સાત વર્ષ પહેલાં સુનીલે તેની 63 વર્ષીય મા યલ્લામા રામ કુચકોરવીની ક્રૂર હત્યા કરી તેની લાશના ટુકડે-ટુકડા કરી રાંધીને ખાધા હતા. કથિત આરોપી જ્યારે તેની માતાનું હ્યદયને રાંધવા જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીએ હત્યાનું કારણ, માતાએ દારૂ પીવા માટે પૈસા ન આપવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ વારાણસીમાં સાંઈ પ્રતિમા પર હોબાળો, બ્રાહ્મણ સભાએ કાશીના 14 મંદિરોમાંથી હટાવી મૂર્તિ, જાણો શું છે તેનું કારણ
માતાની ઘાતકી હત્યાની કહાની અને જે રીતે શરીરના ટુકડા કરીને શરીરના અંગો ખાવામાં આવ્યા, તેને એક ભયાનક ઘટના જણાવતાં હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે આ સ્પષ્ટપણે રેરેસ્ટ ઓફ રેર કેટેગરીનો કેસ છે. દોષિતે માત્ર તેની માતાની જ હત્યા કરી નથી પરંતુ તેના શરીરના અંગોને રાંધીને ખાધા છે, જે એક જઘન્ય અપરાધ છે. વધુમાં ગુનેગારની વૃત્તિઓને જોતા એવું લાગતું નથી કે તે કોઈ સુધાર થયો હોય. જેથી તેને મૃત્યુદંડની સજા ઘટાડીને આજીવન કારાવાસ કરવામાં આવે તો પણ તે આ પ્રકારના ગુના કરી શકે છે.
જેલમાં અન્યનો ભોગ ન બને તે માટે લીધો નિર્ણય
લો ટ્રેન્ડના અહેવાલ મુજબ, ડિવિઝન બેન્ચે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો આ ગુનેગારને આજીવન કેદની સજા થશે તો તે જેલની અંદર પણ આવો જ ગુનો કરી શકે છે. હાલમાં કુચકોરવી પૂણેની યરવડા જેલમાં બંધ છે. તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.