Get The App

‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી’, બોમ્બે હાઇકોર્ટે મહિલા સામેની FIR રદ કરી

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી’, બોમ્બે હાઇકોર્ટે મહિલા સામેની FIR રદ કરી 1 - image


Bombay High Court : મહિલાને ભાભીએ બચકું ભર્યું હોવાની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે મહિલાની એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે, ‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી, જે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડે.’ 

મહિલાએ સામાન્ય ઈજા મુદ્દે ભાભી સામે ફરિયાદ કરી નાખી

વાસ્તવમાં વર્ષ 2020માં એક મહિલાએ પોતાની ભાભી પર દાંતથી ભચકું ભર્યું હોવાનો આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. ત્યારબાદ આરોપી મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરતા અદાલતે મહિલાને રાહત આપી છે. ફરિયાદીએ કોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટ રજુ કર્યા હતા, જેમાં પીડિતાને દાંત વાગતા સામાન્ય ઈજા થઈ હતી. 

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બબાલ, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

પોલીસે હથિયારથી હુમલા અંગેની કલમો હેઠળનો કેસ નોંધ્યો

ન્યાયાધીશ વિભા કાંકનવાડી અને ન્યાયાધીશ સંજય દેશમુકની ઔરંગાબાદ ખંડપીઠે ચોથી એપ્રિલે આ આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન મહિલાએ કહ્યું કે, ‘તેણી અને તેની ભાભી વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ભાભીએ તેણીને દાંતથી બચકું ભર્યું હતું. ત્યારબાદ મહિલાઓ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

કોર્ટે કલમ-324નો અર્થ સમજાવ્યો

કોર્ટે પોલીસે નોંધેલી કલમો અંગે કહ્યું કે, ‘જ્યારે ખતરનાક હથિયારથી હુમલો કરવામાં આવે છે અને પીડિતના જીવને જોખમ હોય છે ત્યારે આઈપીસીની કલમ 324 હેઠળ કેસ કરવામાં આવે છે. મેડિકલ સર્ટિફિકેટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ફરિયાદીને માત્ર દાંતના કેટલાક નિશાન વાગ્યા હતા, જે ગંભીર નહોતા. કોર્ટે કહ્યું કે, જ્યારે કેસમાં કલમ-324 હેઠળને લેવાદેવા ન હોય તો આવી કલમો લગાવવાથી કાયદાનો દુરુપયોગ થશે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટ 16 એપ્રિલે નવા વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે

Tags :