Get The App

બોમ્બે હાઈકોર્ટે છોટા રાજનના જામીન મંજૂર કર્યા, આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો હતો

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
Bombay High Court


Chhota Rajan Gets Bail From Bombay Highcourt: બોમ્બે હાઈકોર્ટે ગેંગસ્ટર છોટા રાજનના શરતી જામીન મંજૂર કર્યા છે. 2001માં  જયા શેટ્ટી હત્યા કેસમાં દોષિત છોટા રાજનને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝનલ બેન્ચે રૂ. 1 લાખના બોન્ડ પર રાજનના જામીન મંજૂર કર્યા છે.

અંડરવર્લ્ડ ડૉન છોટા રાજને 2001માં હોટલ માલિક જય શેટ્ટીની હત્યાકાંડમાં સજા રદ કરવા અને જામીનની માંગ કરતા બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. CBIએ છોટા રાજનની અરજીનો વિરોધ કર્યો હતો. મુંબઇની એક વિશેષ CBI કોર્ટે તેને દોષિત ઠેરવતા આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. આ ઘટનામાં સામેલ ત્રણ અન્ય શૂટર્સને પણ આજીવન કારાવાસની સજા થઈ હતી.



4 મે 2001માં થઇ હતી હત્યા

સાઉથ મુંબઇમાં 'ગોલ્ડન ક્રાઉન' હોટલના માલિક જય શેટ્ટીની  મે-2001માં તેમની ઓફિસ સામે જ બે અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઘટના બાદ એક આરોપી અજય સુરેશ મોહિતે ઉર્ફ અજય સૂરજભાન શ્રેષ્ઠ ઉર્ફ અજય નેપાલી ઉર્ફ ચિકનાની હથિયારો સાથે ધરપકડ થઈ હતી. તેના પર જય શેટ્ટીને ગોળી મારવાનો આરોપ હતો, તેનો સાથી કુંદનસિંહ રાવત ભાગવામાં સફળ રહ્યો હતો પરંતુ બાદમાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

છોટા રાજનનું સામ્રાજ્ય

રાજન મુંબઈના તિલક નગરમાં સિનેમાની ટિકિટોની કાળાબજારી ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હતો. બાદમાં 1979માં તેની પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવા બદલ ધરપકડ થઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ તે બડા રાજન ગેંગમાં જોડાયો હતો. બડા રાજનને ઠાર કરાતાં છોટા રાજને દાઉદની મદદથી મુંબઈમાં દાઉદના જમણા હાથ તરીકે પોતાની ગેંગનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. 70થી વધુ હત્યા કેસમાં વોન્ટેડ છોટા રાજનની ધરપકડ 6 નવેમ્બરે, 2015માં થઈ હતી.

બોમ્બે હાઈકોર્ટે છોટા રાજનના જામીન મંજૂર કર્યા, આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો હતો 2 - image


Google NewsGoogle News