...અને દિવ્યાંગને મુક્ત કરી દીધો, સગીરા પર દુષ્કર્મ મામલે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચર્ચામાં આવ્યો
Bombay High Court : સગીરા સાથે બળાત્કારના કેસમાં દિવ્યાંગ આરોપીને બોમ્બે હાઈકોર્ટે જામીન આપી દીધા છે. આરોપી સ્પાઇન ડિસફેરિઝમથી પીડિત છે અને 96 ટકા વિકલાંગ છે. બચાવ પક્ષે કોર્ટમાં કહ્યું હતું કે, જે પ્રકારની અપંગતાથી પીડિત છે, વિશ્વાસ કરવું અસંભવ છે કે, તેણે યુવતી સાથે જબરદસ્તી અને યૌન ઉત્પીડન કર્યું હશે.
96 ટકા વિકલાંગ વ્યક્તિને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો કોઈ અર્થ નથીઃ હાઈકોર્ટ
જસ્ટિસ સારંગ કોટવાલની સિંગલ જજ બેન્ચે જામીન આપતા કહ્યું કે, આરોપીની શારીરિક સ્થિતિ અને ઓરિજિનલ વિકલાંગતા પ્રમાણપત્રની સાથે રજૂ કરેલા દસ્તાવેજોથી પ્રથમ દ્રષ્ટિએ અરજીકર્તાના દાવા સંપૂર્ણ રીતે યોગ્ય નથી. બેન્ચે કહ્યું કે, કેસ અને સુનાવણી દરમિયાન 96 ટકા વિકલાંક વ્યક્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો કોઈ અર્થ નથી. ત્યારબાદ, કોર્ટે 15 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ પર આરોપીને જામીન પર છોડી દીધો.
પોક્સો હેઠળ નોંધાયો ગુનો
આરોપીની 16 ઓક્ટોબર 2023 ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. અંધેરી પોલીસમાં તેની સામે IPC ની ધારા 376(2), 76(2)(n), 354-D અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોક્સોની ધારા 4, 6 અને 8 પણ તેમાં સામેલ કરાઈ હતી. સગીર યુવતીની માતાએ તેની સામે કેસ દાખલ કરાવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, આરોપીએ તેની દીકરી સાથે જબરદસ્તી કરી અને યૌન શોષણ કર્યું.
આરોપીના વકિલની દલીલ
આરોપીએ કોર્ટમાં પોતાનું દિવ્યાંગ સર્ટિફિકેટ રજૂ કર્યું, જેમાં 96 ટકા અપંગતાને પ્રમાણિત કરાઈ છે. આ સિવાય વકીલે કહ્યું કે, સગીરાનું મેડિકલ ટેસ્ટ કરાવાયું છે. તેમાં કોઈ પ્રકારના શારીરિક સંબંધની પુષ્ટિ થઈ નથી. જેને જોતા લાગે છે કે, આટલી અપંગ વ્યક્તિ માટે જબરદસ્તી યૌન શોષણ અશક્ય છે.