કેન્દ્રની ફેક્ટ ચેક યુનિટને બોમ્બે હાઇકોર્ટનો જોરદાર તમાચો, IT નિયમમાં જે બદલાવ કરવામાં આવ્યો હતો એ અયોગ્ય જાહેર

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
કેન્દ્રની ફેક્ટ ચેક યુનિટને બોમ્બે હાઇકોર્ટનો જોરદાર તમાચો, IT નિયમમાં જે બદલાવ કરવામાં આવ્યો હતો એ અયોગ્ય જાહેર 1 - image


Bombay High Court On IT Rule: બોમ્બે હાઇકોર્ટે શુક્રવારે IT નિયમમાં 2023માં જે બદલાવ કરવામાં આવ્યો હતો એને ગેરકાયદેસર ગણાવ્યા છે. સોશિયલ મીડિયા પર સરકાર વિશે જે પણ ન્યુઝ હોય છે એ સાચા છે કે ખોટા એ ચેક કરવા માટે એક ‘ફેક્ટ ચેક યુનિટ’ બનાવવા માટેની અનુમતી આપવામાં આવી હતી. IT નિયમમાં બદલાવ કરવા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ વિશે જસ્ટિસ અતુલ ચંદુરકરની બેન્ચે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે આ જે બદલાવ કરવામાં આવ્યા છે એ આપણા સંવિધાનના આર્ટિકલ 14 અને આર્ટિકલ 19નું ઉલ્લંઘન કરે છે.’

જસ્ટિસ અતુલ ચંદુરકરે આ વિશે વિસ્તારમાં કહ્યું હતું કે ‘મેં આ વિશે ખૂબ જ વિચાર કર્યો છે. આ નિયમ સંવિધાનના આર્ટિકલ 14 (સમાનતાનો અધિકાર) અને આર્ટિકલ 19 (ભાષણ અને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા) અને આર્ટિકલ 19(1)(જી) (વ્યવસાયન સ્વતંત્રતા)નું ઉલ્લંઘન કરે છે.’

જાન્યુઆરી 2024માં જસ્ટિસ ગૌતમ પટેલ અને ડૉક્ટર નીલા ગોખલે દ્વારા આ વિષય પર અલગ-અલગ નિર્ણય આપવામાં આવ્યો હતો. આથી આ કેસ ટાઇ-બ્રેકર જજ પાસે આવ્યો હતો. આથી ન્યાયાધીશ અતુલ ચંદુરકરે એ પણ કહ્યું હતું કે 'આ બદલાવ આર્ટિકલ 21નું પણ ઉલ્લંઘન કરે છે. આ નિયમમાં ફેક, ખોટા અને ગેરમાર્ગે દોરતાં શબ્દોનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.'

બદલાવનો વિરોધ

2023માં કેન્દ્ર સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી નિયમ 2021(Intermediary Guidelines and Digital Media Ethics Code)માં બદલાવ કરીને IT Amendment Rules, 2023 બનાવ્યો હતો. આ નિયમ કેન્દ્ર સરકારને ખોટા ઓનલાઇન ન્યુઝને ઓળખવા માટે એક ફેક્ટ ચેક યુનિટ બનાવવાનો અધિકાર આપે છે. આ મુજબ કોઈ પણ વ્યક્તિને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ માટે કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં કોમેડિયન કુનાલ કામરા સહિત ઘણાં લોકો હતા. તેમણે ફરિયાદ કરી હતી કે તેમને બોલવાની સ્વતંત્રતા નથી, તેમની પાસે કામ કરવાની સ્વતંત્રતા નથી.

કેન્દ્રની ફેક્ટ ચેક યુનિટને બોમ્બે હાઇકોર્ટનો જોરદાર તમાચો, IT નિયમમાં જે બદલાવ કરવામાં આવ્યો હતો એ અયોગ્ય જાહેર 2 - image

બોમ્બે હાઇકોર્ટ જજના બે મત હતા

બોમ્બે હાઇકોર્ટે જાન્યુઆરીમાં જે ચુકાદો આપ્યો હતો એ મુજબ જસ્ટિસ ગૌતમ પટેલે કહ્યું હતું કે ‘આ નિયમને કારણે ફેક્ટ ચેક યુનિટ ઓનલાઇન અને પ્રિન્ટ કન્ટેન્ટ વચ્ચે અલગ-અલગ નિયમો હોવાથી આર્ટિકલ 19નું ઉલ્લંઘન થાય છે.’

બીજી તરફ જસ્ટિસ નીલા ગોખલે એક કહ્યું હતું કે ‘IT નિયમોમાં જે બદલાવ કરવામાં આવ્યો એ બંધારણ વિરુદ્ધનો નહોતો. તેમ જ ફરિયાદી દ્વારા જે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે એ પાયાવિહોણા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો.’

જો કે ટાઇ-બ્રેકર જજની સલાહને કારણે 2023ના જે પણ બદલાવ હતા એને જજના 2-1 નિર્ણયને ધ્યાનમાં રાખીને હટાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગૂગલનું જોરદાર ફીચર, એક જ ક્લિકમાં ખબર પડશે ફોટો કે વીડિયો ઓરિજિનલ છે કે AI

નોટિફિકેશન પર સુપ્રિમ કોર્ટે લગાવી હતી લગામ 

કેન્દ્ર સરકારે 20 માર્ચે IT નિયમ 2021 અનુસાર PIB હેઠળ ફેક્ટ ચેક યુનિટ બનાવવાનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. જો કે એના પર 22 માર્ચે સુપ્રિમ કોર્ટે લગામ લગાવી દીધી હતી. જસ્ટિસ D Y ચંદ્રચૂડ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ J B પારદીવાલાએ આ નિયમ લીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બોમ્બે હાઇકોર્ટે હજી સુધી કોઈ ચુકાદો નથી આપ્યો એટલે જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી આ નોટિફિકેશનને અટકાવવામાં આવે છે. 

શું છે ફેક્ટ ચેક યુનિટ?

2023માં કેન્દ્ર સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી નિયમ 2021(Intermediary Guidelines and Digital Media Ethics Code)માં બદલાવ કરીને IT Amendment Rules, 2023 બનાવ્યો હતો. આ નિયમ અનુસાર ટેલીકોમ સર્વિસ, વેબ હોસ્ટિંગ સર્વિસ, ફેસબુક-યૂટ્યુબ જેવા તમામ સોશિયલ મીડિયા અને ગુગલ સર્ચ એન્જિન પણ આવી જાય છે. કેન્દ્ર સરકારની ફેક્ટ ચેક યુનિટને લાગે કે તેમના દ્વારા કરવામાં આવેલા કામ અથવા તો તેમના વિશેની કોઈ ખબર ખોટી છે. તો એ પોસ્ટ અથવા તો ખબરને કાઢવી પડશે. ન્યુઝ વેબસાઇટ એમાં નથી આવતી, પરંતુ સોશિયલ મીડિયા આવી જાય છે.


Google NewsGoogle News