Get The App

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને ઝટકો, લખન ભૈયા નકલી એન્કાઉન્ટર કેસમાં આજીવન કેદ

અગાઉ ટ્રાયલ કોર્ટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા

બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને અયોગ્ય કહી પ્રદીપ શર્માને સજા સંભળાવી

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને ઝટકો, લખન ભૈયા નકલી એન્કાઉન્ટર કેસમાં આજીવન કેદ 1 - image

Lakhan Bhaiya Fake Encounter Case : ગેંગસ્ટર છોટા રાજનના સાથીદાર લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા (Former Mumbai Police Officer Pradeep Sharma)ને આજીવન કેદની સજા સંભળાવાઈ છે. અગાઉ ટ્રાયલ કોર્ટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા.

ટ્રાયલ કોર્ટનો નિર્ણય અયોગ્ય : બોમ્બે હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ના ન્યાયાધીશ રેવતી મોહિત ડેરે અને ગૌરી ગોડસેની બેંચે ટ્રાયલ કોર્ટના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. ટ્રાયલ કોર્ટે પ્રદીપ શર્મા વિરુદ્ધના પુરાવાઓને ધ્યાને લીધા ન હતા. કેસને જોડતી કડીઓમાં તેમની સંડોવણી સંપૂર્ણ સાબિત થાય છે.

21 આરોપીઓમાંથી 6 નિર્દોષ

હાઈકોર્ટે 2006ના કેસમાં ચુકાદો સંભળાવી 21 આરોપીઓમાંથી છને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે ટ્રાયલ કોર્ટે તેમાંથી 11 વિરુદ્ધ કરેલો નિર્ણય યથાવત્ રાખ્યો છે. આ ઉપરાંત કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન બે આરોપીઓના મોત થયા છે.

ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા

વર્ષ 2006માં લખન ભૈયા એન્કાઉન્ટર મામલે ટ્રાયલ કોર્ટે પ્રદીપ શર્માને નિર્દોષ જારી કર્યા હતા, ત્યાર બાદ આ જ વર્ષે તેમના વિરુદ્ધ કોર્ટમાં અપીલ દાખલ કરાઈ હતી, જેને બોમ્બે હાઈકોર્ટે મંજૂરી કરી છે. રામાપ્રસાદ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના વકીલે પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મુકવાના મામલાને પડકાર્યો હતો, તો તમામ આરોપીઓએ પણ સજા વિરુદ્ધ અપીલ કરી હતી.

કોર્ટે આ લોકોને દોષીત ઠેરવ્યા

લખન ભૈયાની હત્યા અને ષડયંત્ર મામલે ત્રણ પોલીસ અધિકારી તાનાજી દેસાઈ, પ્રદીપ સૂર્યવંશી અને દિલીપ પલાંડેને દોષી જાહેર કર્યા છે. તેમજ અથડામણમાં મદદ કરનારા અને ઉશ્કેરવા મામલે રત્નાકર કાંબલે, શૈલેન્દ્ર પાંડે, હિતેશ સોલંકી, અખિલ ખાન ઉર્ફ બૉબી, વિનાયક શિંદે, મનુ મોહન રાજ, સુનીલ સોલંકી, નિતિન સરતાપે, મોહમ્મદ શેખ, દેવીદાસ સકપાલ, જનાર્દન ભાંગે, પ્રકાશ કદમ, ગણેશ હરપુડે, આનંદ પટાડે, પાંડુરંગ કોકમ, સંદીપ સરદાર, સુરેશ શેટ્ટી અને અરવિંદ સરવનકર સહિત અન્ય 17ને દોષીત ઠેરવ્યા છે.

કેસમાં સામેલ બે આરોપીનું નિધન

જોકે કોર્ટની સુનાવણી દરમિયાન બે આરોપી જનાર્દન ભાંગે અને પોલીસ નિરીક્ષક અરવિંદ સરવનકરનું નિધન થયું હતું. કેસના મોટાભાગના આરોપીઓ જેલમાં બંધ છે. અપીલની સુનાવણી દરમિયાન મનુ મોહન રાજ, સુનીલ સોલંકી, મોહમ્મદ ટક્કા અને સુરેશ શેટ્ટી જામીન પર હતા.

મુખ્ય સાક્ષી ભેડા પણ ગુમ થઈ ગયો હતો

આ કેસમાં 2011માં 13મી માર્ચે થયેલી અથડામણનો મુખ્ય સાક્ષી ભેડા પણ ગુમ થઈ ગયો હતો અને બે મહિના બાદ નવી મુંબઈ પોલીસને 30 જૂને તેનો મૃતદેહો મળી આવ્યો હતો. લખન ભૈયા અંડર વર્લ્ડ ડૉન છોડા રાજનનો સાથી હોવાનું કહેવાય છે. કેસની તપાસમાં ષડયંત્ર રચાયું હોવાનું સામે આવ્યું હતું. પ્રદીપ શર્માની ટીમે લખન ભૈયાને અનિલ ભેડા સાથે વાશીથી પકડ્યો હતો અને ત્યારબાદ તે સાંજે મુંબઈના વર્સોવામાં નાના-નાની પાર્ક પાસે એક કથિત અથડામણમાં હત્યા કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઇ પોલીસની વિવિધ શાખામાં ફરજ બજાવી ચૂકેલા પ્રદીપ શર્માએ અત્યાર સુધીમાં 113 એન્કાઉન્ટર કર્યા હતા. લખન ભૈયા બોગસ એન્કાઉન્ટર કેસમાં 2008માં પ્રદીપ શર્મા અને બીજા તેર પોલીસમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2013માં એમને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.


Google NewsGoogle News