Get The App

ઇન્ડિગોના એક સાથે 5 વિમાન બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
ઇન્ડિગોના એક સાથે 5 વિમાન બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, ઈમરજન્સી લેન્ડિંગ કરાયું 1 - image


Airlines Threaten Calls : હાલમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેના કારણે હાલમાં ઍરપૉર્ટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તહેવારની સિઝનમાં ધમકીભર્યા કોલથી લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. આખરે આ લોકો કોણ છે જેઓ આવી ધમકીઓ આપી રહ્યા છે, અને શા માટે આવી ધમકીઓ આપી રહ્યા છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ભારતીયો માટે હવે UAE જવું થયું વધુ સરળ, મળશે વિઝા-ઓન-અરાઈવલ, જાણી લો શરતો

ઇન્ડિગોના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 

એરલાઇન્સને બોમ્બથી ઉડાવી દેવાની સતત ધમકીના કોલ વધી રહ્યા છે. આજે ફરી ઇન્ડિગોના 5 વિમાનોને બોમ્બની ધમકીના કોલ મળ્યા છે. જેના કારણે આ તમામ વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી ઍરપૉર્ટ પર અત્યાર સુધીમાં કુલ 3 ફ્લાઇટ્સ લેન્ડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બોમ્બની ધમકીના 7 કોલ મળ્યા છે. જેમા ઇન્ડિગોની 5 ફ્લાઇટને આ ધમકી આપવામાં આવી છે.

દેશમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે અને ફ્લાઇટમાં બોમ્બની ધમકી જેવા કોલ સામાન્ય બની ગયા છે. આવા સમાચારો દરરોજ આવી રહ્યા છે. સોમવારથી અત્યાર સુધીમાં 70થી વધુ ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. આજે સવારે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારા એરલાઇન્સને પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે.

આ પણ વાંચો : 'જે દિવસે સત્તામાં આવીશ, એ દિવસે જાતિ...' ફરી ભડક્યાં દિગ્ગજ સાંસદ, લઠ્ઠાકાંડના પીડિતોને મળ્યાં

ધમકી બાદ ફ્લાઇટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

DGCA દરેક કોલ પર સતત નજર રાખી રહી છે. મંત્રાલય અને વિભાગો વચ્ચે ઇન્ટરનલ કોમ્યુનિકેશન અને ડિટેલ્સ શેર કરવામાં આવી રહી છે. આજે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને બોમ્બની ધમકી આપવામાં આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX 196 દુબઈથી જયપુર જઈ રહી હતી, તેમાં 189 મુસાફરો સવાર હતા.

ઇન્ડિગોએ નિવેદન જાહેર કર્યું 

ઇન્ડિગોએ એક નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે, ‘અમે મુંબઈથી ઇસ્તંબુલ જતી ફ્લાઇટ 6E17 સાથે જોડાયેલી સ્થિતિથી વાકેફ છીએ. અમારા મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે. અમે સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ, અને માર્ગદર્શિકા મુજબ તમામ જરૂરી સાવચેતીઓ રાખવામાં આવી રહી છે.’ ઇન્ડિગોએ આજ નિવેદન ફ્લાઇટ 6E11 માટે પણ આપ્યું છે. 


Google NewsGoogle News