હિંદુસ્તાન જીંદાબાદ થા, હૈ ઓર રહેગા, ચંદ્રયાનની સફળતા પર બોલીવુડનો અંદાજ
હિંદુસ્તાન જીંદાબાદ થા હૈ ઓર રહેગા,સની દેઓલ
શાહરુખે ચાંદ તારે તોડ લાઉ, સારી દુનિયા પર મે છાંઉ ગીતને યાદ કર્યુ
મુંબઇ,૨૩ ઓગસ્ટ,૨૦૨૩,બુધવાર
ચંદ્રયાન-૩નું ચંદ્રના દક્ષિણ ભાગમાં સફળ લેન્ડિંગની કરોડો દેશવાસીઓ આતૂરતાથી રાહ જોઇ રહયા હતા. બોલીવુડ સેલેબ્સ પણ ચંદ્રયાન લેન્ડિંગની ગૌરવશાળી ઘટનાને બિરદાવી હતી. શાહરુખખાને ટ્વીટર પર ચંદ્વયાન -૩ના લેન્ડિંગની તસ્વીર પોસ્ટ કરીવને કેપ્શનમાં ૧૯૯૭માં આવેલી પોતાની યશ બોસ નામની ફિલ્મના લોકપ્રિય ગીત ચાંદ તારે તોડ લાઉ, સારી દુનિયા પર મે છાઉને યાદ કર્યુ હતું.
આજે ઇન્ડિયા અને ઇસરો છવાઇ ગયું છે. તમામ વૈજ્ઞાનિકો અને એન્જીનિયરોને અભિનંદન આપ્યા હતા. આલિયા ભટ્ટે ચંદ્રયાન લેન્ડિંગની ઇસરોની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું હતું કે ચંદ્રયાન ૩ લેન્ડિંગ એન્ડ રેસ્ટ ઓફ હિસ્ટ્રી એમ લખ્યું હતું.
અભિનેતા સનિ દેઓલ ગદર પાર્ટ ૨ ની સફળતા પછી લાઇમ લાઇટમાં આવ્યો છે. ઇસરોના ચંદ્રયાનની સફળતાને જુની ગદર ફિલ્મના ડાયલોગના અંદાજમાં બિરદાવી હતી. ટ્વીટર પર ગૌરવપૂર્ણ ક્ષણ એમ કહીને હિંદુસ્તાન ઝીંદાબાદ થા હૈ ઓર રહેગા એમ લખ્યું હતું. ભારતના અવકાશ સંશોધનમાં સોફટ લેન્ડિંગની સફળતાને વખાણી હતી. એકટર અજય દેવગને ટ્વીટર પર ગર્વ મહેસૂલ થાય છે. ઇતિહાસ રચાતો જોઇને ખૂશી થઇ રહી છે. ભારતમાતા કી જય એમ લખ્યું હતું.
અક્ષયકુમારે ચંદ્વ અભિયાનની સફળતા માટે ઇસરોને પોતાના અંદાજમાં ધન્યવાદ આપતા લખ્યું હતું કે કરોડો હ્વદય હાલમાં થેંંકયૂ ઇસરો કહી રહયા છે. એલ્વીશ યાદવ ઓટીટી પરના બિગ બોસ ૨ નું વિજેતા છે. એલ્વીશે પ્રાઉડ ઇન્ડિયન કહીને ખૂશી વ્યકત કરી હતી. એકટર ઋત્વિક રોશને આજે મારી છાતી ગર્વથી પહોળી થઇ રહી છે. ઇસરોએ ઇતિહાસ રચ્યો છે. ચંદ્રયાનની સકસેસફૂલ લેન્ડિંગ પર અભિનંદન એમ લખ્યું હતું.