શરમજનક કરતૂત: સગીરા અને તેની માતાને ચપ્પલની માળા પહેરાવીને ગામમાં ફેરવ્યા, ઝારખંડની ઘટના
Shocking Incident in Jharkhand : સોમવારે ગોમિયા પોલીસ સ્ટેશન હેઠળની મહાવીર જગ્યામાં એક સગીરાને જૂતાની માળા પહેરાવી ગામમાં ફેરવીને અપમાનિત કરવા મામલાની બાળ કલ્યાણ સમિતિએ નોંધ લીધી છે. જેને લઈને પોલીસ અધિક્ષક બોકારો, સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ ઓફિસર બોકારો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બોકારોને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
અહીં મંગળવારે આ મામલે 20 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શંકર રવાણીએ કહ્યું કે, આ મામલો ઘૃણાસ્પદ છે અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તપાસની સાથે સાથે સંબંધિત અધિકારીઓને પીડિતાને તાત્કાલિક બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : હવે ઘૂસણખોર બાંગ્લાદેશીઓની ખેર નહીં... દિલ્હીના રાજ્યપાલે કડક કાર્યવાહીના આપ્યા આદેશ
શું છે આખો મામલો
અહીં સોમવારે વહેલી સવારે પીડિતાનો પરિવાર ગોમિયા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસ પાસે સુરક્ષાની વિનંતી કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, મામલો દોઢ મહિના પહેલાનો છે.
જ્યારે તે ગામના એક સહેલી સાથે સંબંધીના ઘરે ગઈ હતી. આ દરમિયાન સહેલીના સંબંધીઓએ ગોમિયા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પછી જ્યારે તે પરત આવી ત્યારે તે પોલીસ સ્ટેશન ગઈ. કોઈ પણ પ્રકારના આક્ષેપો કે પ્રતિઆક્ષેપો વગર પોલીસ સ્ટેશનમાં મામલો થાળે પડ્યો હતો.
પીડિતાએ જણાવ્યું કે, 'લગભગ દોઢ મહિના પછી રવિવારે ફરીથી મારી સહેલીના સંબંધીઓ અને કેટલાક ગ્રામજનો મારા ઘરે પહોંચ્યા અને મારપીટ કરીને મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો.'
સગીરા અને તેની માતાના મોઢા કાળા કરી દેવામાં આવ્યા હતા અને તેમને જૂતાનો હાર પહેરાવીને ગામની આસપાસ લઈ જઈને અપમાનિત કરવામાં આવી હતી. પીડિતાનો આરોપ લગાવ્યો હતો કે, આ દરમિયાન ઘણા લોકોએ ફોટોગ્રાફ્સ લીધા અને વીડિયો પણ બનાવ્યો. આ પછી આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર પણ મુકવામાં આવ્યો હતો.
પીડિતાએ જણાવ્યું કે આ સાથે આરોપીઓએ તેને ગામથી ભાગી જવાની ધમકી પણ આપી હતી. જો તેઓ ભાગી નહીં જાય તો બાળકી અને તેની માતાને બળાત્કાર અને હત્યાની ધમકી પણ આપી હતી.
ઘટના બાદ પીડિતો ઘરમાં છુપાઈ ગઈ હતી.
આ ઘટના બાદ બંને રવિવારે આખી રાત તેમના ઘરમાં છુપાઈને રહ્યા હતા. આરોપ છે કે, આ દરમિયાન પણ આરોપીઓએ તેની ઘણી શોધખોળ કરી રહ્યા હતા. કોઈક રીતે રાત વિતાવ્યા પછી બંને સોમવારે સવારે પાંચ વાગ્યે ગોમિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને રક્ષણ માટે વિનંતી કરી.
દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ
ઘટના અંગે રવિવારે ગોમિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે વાત કરતાં કહ્યું હતું કે, અમને આવી કોઈ ઘટનાની જાણ નથી. બીજી બાજુ સ્વાંગ ઉત્તર પંચાયતના પૂર્વ નાયબ વડા રાજુ કુમાર ચૌહાણ સહિત અનેક લોકોએ સમગ્ર મામલાને અસામાજિક બતાવ્યો હતો. દુખ વ્યક્ત કરી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
પીડિતાની અરજી પર કાર્યવાહી કરવામાં આવશે
ઘટના ખૂબ જ ગંભીર છે અને મામલો જૂનો છે. અગાઉ પણ આ મામલે બંને પક્ષોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં બંને પક્ષોએ પરસ્પર સમજૂતી થઈ હોવાનું લેખિતમાં જણાવ્યું હતું. તેમ છતાં આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પીડિતાનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બીજી પાર્ટીને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી છે. પીડિત પરિવારની અરજીના આધારે કાર્યવાહી કરવામાં આવશે. તપાસ કરવામાં આવી રહી છે. - નિત્યાનંદ ભોક્તા, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ, ગોમિયા
20 લોકો સામે કેસ નોંધાયો
ગોમિયા પોલીસ સ્ટેશને એક સગીરા અને તેની માતાનું મોં કાળું કરવા અને તેમને જૂકાનો હાર પહેરાવી ગામમાં ફેરવવામાં આવ્યા હતા. જેમા કેસમાં આઠ નામના લોકો સહિત 12 અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યા છે.