બોઈંગ 737 મેક્સ વિમાનના બોલ્ટનો નટ ગાયબ થતાં કંપનીએ આપી ચેતવણી, જાણો શું છે મામલો

ભારતમાં ત્રણ એરલાઈન્સ કંપની બોઈંગ 737 મેક્સ પેસેન્જર વિમાનનો ઉપયોગ કરે છે.

DGCA સ્થિતિ અંગે જીણવટ ભરી નજર રાખી રહ્યું છે

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
બોઈંગ 737 મેક્સ વિમાનના બોલ્ટનો નટ ગાયબ થતાં કંપનીએ આપી ચેતવણી, જાણો શું છે મામલો 1 - image


Boeing 737 Max aircraft bolt nut missing : બોઈંગે એરલાઈન્સને બી737 મેક્સ વિમાનોના હાર્ડવેરમાં કેટલાક ભાગોની તપાસ કરવાની ભલામણ કરી છે. આ પહેલા જાણવા મળ્યું હતું કે વિમાનમાં રૂટિન મેન્ટેનન્સ દરમિયાન બોલ્ટ લૂઝ દેખાયો હતો જેના બાદ આ ભલામણ કરવામાં આવી છે.

વિમાનમાં કેટલીક ખામીઓ મળી હતી

બોઈંગે બે દિવસ પહેલા એક નિવેદન જાહેર કર્યું હતું જેનાથી લોકો પરેશાન થઈ ગયા છે. કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે એક વિમાનમાં કેટલીક ખામીઓ મળી હતી જેને સુધારી લેવામાં આવી છે અને સાથે જ તેમણે અન્ય એરલાઈન્સને પણ તેમના વિમાનની યોગ્ય તપાસ કરવા કહ્યું છે. ભારતમાં ત્રણ એરલાઈન્સ કંપની બોઈંગ 737 મેક્સ પેસેન્જર વિમાનનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે બોઈંગના એક વિમાનમાં બોલ્ટ લૂઝ હોવાની માહિતી મળી હતી, જે બાદ રજાઓમાં મુસાફરોને સલામત રીતે યાત્રાનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે અન્ય વિમાનોની તપાસ શરુ કરવામાં આવી હતી.

DGCA જીણવટ ભરી નજર રાખી રહ્યું છે

ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સ્થિતિ અંગે જીણવટ ભરી નજર રાખી રહ્યું છે અને અકાસા (Akasa), એયર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express), અને સ્પાઈસ જેટ (spice Jet)ના સંપર્કમાં છે જે બોઈંગ 737 મેક્સ પેસેન્જર વિમાનનું સંચાલન કરે છે. આ પહેલા યુએસ એવિએશન રેગ્યુલેટર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ગુરુવારે એક નિવેદનમાં કહ્યું હતું કે લૂઝ નટ બોલ્ટ માટે 737 મેક્સ વિમાનોની જીણવટ ભરી નજરથી દેખરેખ રાખી રહ્યું છે. આ સંબંધમાં સ્પાઈસ જેટ અને એયર ઈન્ડિયા એક્સપ્રેસને મોકલવામાં આવેલા સવાલોના જવાબો હજુ સુધી મળ્યા નથી, જો કે અકાસા એયરલાઈન્સે જણાવ્યું હતું કે આ સમસ્યાથી અત્યાર સુધી તેમના ઓપરેશન ફ્લીટ અને વિમાન પુરવઠાને કોઈ અસર થઈ નથી. DGCAએ કહ્યું કે તે યુએસ સમક્ષક અને બોઈંંગના સંપર્કમાં છે અને વર્તમાનમાં જે તપાસ કરવામાં આવી રહી છે તે મુસાફરોની સલામતીને સુનિશ્ચિત કરવામાં માટેનો એક ભાગ છે અને વધુમાં કહ્યું કે મેક્સ 737 સાથે આ સમસ્યા સતત રહી છે. અગાઉ પણ મેક્સને સંબંધિત આવા મુદ્દાઓ પર ઘણા વિવાદો થયા છે ત્યારે હવે સૂચવેલી કાર્યવાહી માટે અમે બોઈંગ, FAA અને અમારા એરલાઈન ઓપરેટરોના સંપર્કમાં છીએ. 

બોઈંગ 737 મેક્સ વિમાનના બોલ્ટનો નટ ગાયબ થતાં કંપનીએ આપી ચેતવણી, જાણો શું છે મામલો 2 - image


Google NewsGoogle News