હવે દેશમાં પુરૂષનુ આદર્શ વજન 65 અને મહિલાનુ આદર્શ વજન 55 કિલો
નવી દિલ્હી, તા. 29. સપ્ટેમ્બર,2020 મંગળવાર
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રિશને દેશમાં મહિલાઓ અને પુરૂષોનુ આદર્શ વજન કેટલુ હોવુ જોઈએ તે માટેના ધારાધોરણોમાં ફેરફાર કર્યા છે.
નવા નિયમો પ્રમાણે આદર્શ વજનના આંકડામાં પાંચ કિલોનો વધારો કરાયો છે. દસ વર્ષ પહેલા પુરૂષો માટે આદર્શ વજન 60 કિલો હતુ. જે હવે વધારીને 65 કિલો કરાયુ છે જ્યારે મહિલાઓ માટેનુ આદર્શ વજન 50 કિલોથી વધારીને 55 કિલો કરવામાં આવ્યુ છે.
આમ દેશના બીએમઆઈ એટલે કે બોડી માસ ઈન્ડેક્સમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ સિવાય મહિલાઓ અને પુરૂષોની આદર્શ લંબાઈના નિયમો પણ બદલાયા છે. પુરૂષો માટે પહેલા આદર્શ લંબાઈ 5 ફૂટ ગ6 ઈંચ હતી. જે હવે વધારીને 5 ફૂટ 8 ઈંચ કરાઈ છે. જ્યારે મહિલાઓમાં આદર્શ ઉંચાઈનો માપ દંડ 5 ફૂટથી બદલીને 5 ફૂટ 3 ઈંચ કરવામાં આવ્યો છે.
દેશમાં રેફરન્સ એજમાં પણ ફેરફાર કરાયો છે.પહેલા રેફરન્સ એજ 20 થી 39 વર્ષ હતી. હવે તેની જગ્યાએ 19 થી 39 વર્ષને રેફરન્સ એજ ગણવામાં આવશે.
ઈન્સ્ટિટ્યુશનના વૈજ્ઞાનિકોનુ બીએમઆઈમાં કરાયેલા બદલાવ અંગે કહેવુ છે કે, ભારતીયોના ખોરાકમાં પોષક ત્વોનો વધારો થયો છે. બીએમઆઈ બદલતા પહેલા વ્યાપક સર્વે કરીને આખા દેશમાંથી ડેટા મેળવવામાં આવ્યો હતો.
બીએમઆઈ શરીરના હિસાબથી વજન અને ઉંચાઈ કેટલી હોવી જોઈએ તે દર્શાવતો એક લોકપ્રિય માપદંડ છે.