બિહારમાં મોટી દુર્ઘટના, ગંગા નદીમાં બોટ પલટી ખાઈ જતાં સાતથી વધુ બાળકો ડૂબી જવાની આશંકા
Boat Capsizes In Bihar: બિહારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કટિહાર જિલ્લામાં ગંગા નદીમાં લોકોથી ભરેલી હોડી પલટી જવાના અહેવાલ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બોટમાં લગભગ 14થી 15 જેટલા સવાર હતા જે નદીમાં ડૂબી ગયા હતા. સદભાગ્ય તેમાંથી ઘણાં લોકો તરવામાં સક્ષમ હોવાથી જીવ બચાવવામાં સફળ રહ્યા હતા પરંતુ સાતથી આઠ બાળકોની કોઈ ભાળ મળી નથી જેમને શોધવા માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે.
હજુ બે જ બાળકોના માતા-પિતા સામે આવ્યા
માહિતી અનુસાર ગામના આઠ જેટલા બાળકો ગુમ થયાની લોકોમાં ચર્ચા છે પરંતુ હજુ સુધી બાળકોના પરિવારજનો સામે આવ્યા નથી. દિલારપુરથી હમણાં જ બે માતા-પિતા સામે આવ્યા હતા જેમણે કહ્યું કે તેમની બે પુત્રીઓ જે બોટમાં હતી તે પણ ગુમ છે.
આ પણ વાંચો: 'તારામાં હિંમત હોત તો નવી પાર્ટી બનાવી હોત..', શરદ જૂથના નેતાનો અજિત પવાર પર મોટો હુમલો
અકસ્માત કેવી રીતે થયો?
અકસ્માત બાદ શરૂઆતમાં બે બાળકીઓના મૃતદેહ મળ્યાની ચર્ચા ચાલી હતી. પરંતુ તેની વહીવટી તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની માહિતી મળતાં જ મણિહારીના એસડીઓ સિદ્ધાર્થ અને મણિહારીના સીડીપીઓ મનોજ કુમારની સાથે પોલીસ સ્ટેશન પ્રમુખ પંકજ આનંદ અને સ્થાનિક ધારાસભ્ય મનોહર પ્રસાદ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી બોટ પલટી ગયા બાદ ગુમ થયેલા બાળકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટના અંગે એવું કહેવાય છે કે એક જ ગામના લગભગ 12 થી 14 બાળકો અને મોટા લોકો ખેતરમાં કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે બોટ ઓવરલોડ થવાના કારણે આ અકસ્માત થયો હતો.