આંધ્ર પ્રદેશના કિનારે તણાઈને આવી મૃત બ્લુ વ્હેલ, મહાકાય લંબાઈ અને વજન જોઈ લોકો અચંબિત!
બ્લુ વ્હેલનું છીછરા પાણીમાં પ્રવેશવાના લીધે મૃત્યુ થયું થયાની આશંકા
સંથાબોમાલી મંડલના મેઘવરમ દરિયા કિનારે મૃત હાલતમાં બ્લુ વ્હેલ તણાઈ આવી
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં, બંગાળની ખાડીના કિનારે એક બ્લુ વ્હેલ તરી આવી છે. સંથાબોમાલી મંડલના મેઘવરમ દરિયા કિનારે મૃત હાલતમાં બ્લુ વ્હેલ તણાઈ આવી હતી. ત્યાંના સ્થાનિક માછીમારોનું કહેવું છે કે, આ એક દુર્લભ પ્રજાતિની માછલી છે. તેમની શંકાઓ અનુસાર આ માછલીનું છીછરા પાણીમાં પ્રવેશવાના લીધે મૃત્યુ થયું હશે.
બ્લુ વ્હેલને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી
આ માછલી લગભગ 25 ફૂટ લાંબી છે અને તેનું વજન આશરે પાંચ ટન જેટલું માનવામાં આવી રહ્યું છે. બ્લુ વ્હેલ પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી કહેવાયમાં આવે છે. માછલીને જોવા માટે આસપાસના ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. ઘણા લોકો સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. 2021 માં પણ આ રીતની જ એક ઘટના વિશાખાપટ્ટનમના તંતડી બીચમાં બની હતી. તે ઘટનામાં માછીમારી કરતી વખતે કેટલાક માછીમારોએ ફસાયેલી શાર્કને બચાવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે પણ વ્હેલ શાર્ક હતી. બાદમાં તેને દરિયામાં પરત મોકલી તેનો બચાવ કરી લેવામાં આવ્યો હતો.