'મુંબઈમાં 11 જગ્યાએ બોમ્બ રાખ્યા છે, નિર્મલા સીતારમણ રાજીનામું આપે', RBIને ધમકીભર્યો ઈ-મેઈલ

RBI ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

ગવર્નર શક્તિકાંત દાસ અને નિર્મલા સીતારમણના રાજીનામાની કરી માંગ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
'મુંબઈમાં 11 જગ્યાએ બોમ્બ રાખ્યા છે, નિર્મલા સીતારમણ રાજીનામું આપે', RBIને ધમકીભર્યો ઈ-મેઈલ 1 - image


Image Source: Twitter

- RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી 

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર

RBI Office Blast Threat: મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી છે.  આ તમામ સ્થળો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કંઈ વાંધાજનક ન મળ્યું. એમઆર માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. 

શું છે સમગ્ર મામલો

RBI ઓફિસને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં અનેક સ્થળો પર બોમ્બ રાખવાનો દાવો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈમેલમાં લખ્યું હતું કે, RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકમાં બોમ્બ રાખવામાં આવ્યા છે. 

ઈમેલના માધ્યમથી RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી છે. મુંબઈમાં કુલ 11 સ્થળો પર બોમ્બ રાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ પ્રમાણે આ બ્લાસ્ટ આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ થવાનો હતો. જોકે અવું કંઈ થયુ નથી. પોલીસે દરેક સ્થળે જઈને તપાસ કરી પરંતુ ક્યાંય શંકાસ્પદ વસ્તુ નથી મળી.


Google NewsGoogle News